બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat university students nearest exam center ahmedabad gujarat

રાહત / ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓ પોતાના ઘર નજીકના આ 48 કેન્દ્રો પરથી આપી શકશે પરીક્ષા

Hiren

Last Updated: 11:27 PM, 8 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલેજની સેમેસ્ટરની પરીક્ષાને લઇ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. થોડા દિવસો અગાઉ ઉચ્ચ શિક્ષણના અગ્ર સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક નિર્ણય લેવાયો હતો કે વિદ્યાર્થીઓને નજીકનું સેન્ટર મળે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ અંતર્ગત હવે 46 પરીક્ષા કેન્દ્ર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે જાણો વિદ્યાર્થીઓ કેવી રીતે સેન્ટર નક્કી કરી શકશે...

  • વિદ્યાર્થીઓને નજીકનું સેન્ટર મળે તે માટે વ્યવસ્થા
  • 46 પરીક્ષા કેન્દ્ર જાહેર કરવામાં આવ્યા
  • 2 અને 13 જૂલાઇએ લેવાશે પરીક્ષા

ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓને નજીકના પરીક્ષા સેન્ટર નક્કી કરવા માટે છૂટ આપવામાં આવી છે. જેમાં 46 પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાંથી વિદ્યાર્થીઓએ પોતાના રહેઠાણને નજીક પડે તે કેન્દ્ર પસંદ કરી શકશે. આ માટે વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટના માધ્યમથી પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે. પરીક્ષા કેન્દ્રની યાદી નીચે મુજબ છે.

કેવી રીતે પરીક્ષા સેન્ટર નક્કી કરવું ?

વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ www.gujaratuniversity.ac.in પર જવાનું રહેશે. ત્યારબાદ તેમાં Examination tabમાં જઇને ‘Choise for exam centre Covid-19’ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં વિદ્યાર્થી પોતાના રહેઠાણ નજીકનું પરીક્ષા કેન્દ્રની વિગતો ભરી શકશે.

મહત્વનું છે કે, આગામી 14મી જૂન સુધીમાં દરેક વિદ્યાર્થીઓએ એક્ઝામ સેન્ટરની ચોઇસ ફિલિંગ કરી દેવાની રહેશે. જો વિદ્યાર્થી કોઇ સંજોગાવસાત્ ચોઇસ ફિલિંગ નહીં કરે તો યુનિવર્સિટી તેને બેઠક વ્યવસ્થા ફાળવશે. 

2 અને 13 જૂલાઇએ લેવાશે પરીક્ષા

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા બે તબક્કામાં યોજનાશે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા 2 જુલાઈ અને બીજા તબક્કાની પરીક્ષા 13 જૂલાઈએ લેવાશે. ઓછા વિદ્યાર્થી ધરાવતી વિદ્યાશાખામાં 2 જૂલાઇએ પરીક્ષા યોજાવાની છે. વધુ વિદ્યાર્થી ધરાવતી વિદ્યાશાખામાં 13 જૂલાઇએ પરીક્ષા યોજાવાની છે. એક બ્લોકમાં 30ની જગ્યાએ 15 વિદ્યાર્થીઓ બેસી શકશે અને પરીક્ષાનો સમય બે કલાકનો રાખવાનો નિર્ણય લેવાયો છે. અલગ- અલગ ફેકલ્ટી પ્રમાણે પ્રશ્નપત્રમાં 4 કે 5 વિકલ્પ આપવાનો નિર્ણય કરાયો છે. આ વિકલ્પમાંથી વિદ્યાર્થીઓએ કોઈપણ 3 લખવાના જવાબ લખવાના ફરજિયાત રાખવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાત યુનિવર્સિટી ફાઇનલ વર્ષના 97 હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે. પરીક્ષા સેન્ટરમાં માસ્ક, સેનિટાઇઝર ફરજિયાત રાખવા સૂચન આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટનસિંગનું ફરજિયાત પાલન કરવા પણ આદેશ કરાયો છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Exam Gujarat University exam center gujarat ગુજરાત ગુજરાત યુનિવર્સિટી Gujarat Exam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ