ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. ગુજરાત યુનિવર્સિટીના એક લાખ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. 25 જૂનથી લેવાનાર પરીક્ષાઓ પાછી ઠેલવામાં આવી છે. 10 જૂલાઇ બાદ હવે પરીક્ષા લેવામાં આવશે. 2 તબક્કામાં યોજાનાર પરીક્ષાની શરૂઆત 10 જૂલાઇ બાદ લેવાશે.
ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર
25 જૂનથી યોજાનાર પરીક્ષા પાછી ઠેલાઈ
10 જુલાઈ બાદ લેવામાં આવશે પરીક્ષા
ઉલ્લેખનીય છે કે, ફાઇનલ તારીખો એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નક્કી કરવામાં આવશે. અંતિમ વર્ષના વિદ્યાર્થી અને PG વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશે. જ્યારે સેમેસ્ટર 2 અને 4ના વિદ્યાર્થીઓને મુલ્યાંકનના આધારે આગળ પ્રવેશ આપવામાં આવશે.
વિદ્યાર્થીને વતન નજીકનું સેન્ટર મળે તે માટે પણ કરવામાં આવી હતી ગોઠવણ
ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પોતાના વતન નજીકનું સેન્ટર મળે તે માટે વ્યવસ્થાઓ કરવામાં આવશે. ગુજરાત યુનિ.માં પરીક્ષા અને પ્રવેશ મામલે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન યુનિવર્સિટીના ડિન અને સિન્ડિકેટ સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં પ્રવેશ અને પરીક્ષાના આયોજન મુદ્દે કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે.
રાજ્યની B.ED કોલેજોને લઈ શિક્ષણ વિભાગનો નિર્ણય
રાજ્યની બીએડ કોલેજોને લઇ શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. 39 સરકારી-ગ્રાન્ટેડ બીએડ કોલેજોને ટીચર્સ યુનિવર્સિટીમાં ભેળવવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ 2020-21થી બીએડ કોલેજો ટીચર્સ યુનિવર્સિટી સંલગ્ન થશે. ઉ.ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ યુનિવર્સિટીની 7-7 કોલેજો સંલગ્ન થશે. તો ગુજરાત યુનિવર્સિટી, SP યુનિવર્સિટીની 6-6 કોલેજો સંલગ્ન કરાશે. જ્યારે ભાવનગર, કચ્છ, જૂનાગઢ યુનિવર્સિટીની 1-1 કોલેજો સંલગ્ન કરાશે. ઘણા સમયથી ટીચર્સ યુનિવર્સિટીના વિસ્તરણની કામગીરી ચાલતી હતી.