NRC /
ગુજરાતમાં નાગરિકતા કાયદાને લઈને વિરોધઃ વડોદરા પોલીસે 4 વિદ્યાર્થીઓની ધરપકડ કરી
Team VTV05:14 PM, 17 Dec 19
| Updated: 05:18 PM, 17 Dec 19
વડોદરા અને સુરતમાં NRC અને CAB બિલને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. વડોદરામાં નાગરિકતા કાયદાના વિરોધને લઇ લખાણ લખવાના મામલે પોલીસે 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ ભવનની દીવાલ અને જાહેર જગ્યાએ વિરોધ કરતા લખાણો લખાયા હતા. જેને લઇ રાવપુરા પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. અને હાલ પોલીસે વધુ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
NRC અને CAB બિલને લઈ સુરતમાં પણ વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો
વડોદરા પોલીસે આ મુદ્દે MS યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીના 5 વિદ્યાર્થીઓની ધરપકડ
વડોદરામાં NRC અને CAB બિલને મુદ્દે દીવાલ પર વિવાદસ્પદ લખાણનો મામલે વડોદરામાં પણ વિરોધના એંધાણ જોવા મળી રહ્યા છે ત્યારે પોલીસ કમિશનર કચેરીની દીવાલ પર NRC મુદ્દે વિવાદાસ્પદ લખાણ લખવામાં આવ્યુ હતુ. સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ (સીએબી) અને નેશનલ રજિસ્ટર ફોર સિટીઝન (એનઆરસી) બંનેનો વિરોધ થઈ રહ્યો છે.
પોલીસે 5 વિદ્યાર્થીઓની કરી ધરપકડ
વડોદરા પોલીસે આ મુદ્દે MS યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીના 5 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. આ વિદ્યાર્થીઓએ નાગરિકતા બિલ વિરુદ્ધ વિવાદાસ્પદ લખાણ લખ્યુ હતુ. પોલીસે CCTV ફૂટેજના આધારે કાનૂની કાર્યવાહી કરી હતી.
NRC અને CAB બિલને લઈ સુરતમાં વિરોધ
NRC અને CAB બિલને લઈ સુરતમાં પણ વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. વર્ષેટાઇલ માઈનોરોટીસ દ્વારા વિરોધ કરાયો છે. સુરત કલેકટરને આવેદનપત્ર આપાયું છે. બિલ બિલ પાછું ખેંચવા રજુઆત કરાઈ છે. બિલની સંપ્રદાયક જોગવાીઓ સામે વિરોધ હોવાનું કહીને બિલનો વિરોધ કરાઈ રહ્યો છે. દેશમાં નાગરિકો વિરોધ બાદ કેન્દ્ર સરકારે પાછું ખેંચી લેવા માંગ કરી હતી.