બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત યુનિવર્સિટીમાં 4 કરોડથી વધુનું કૌભાંડ, પ્રોફેસર કમલજીત લખતરીયાની ધરપકડ
Last Updated: 10:53 PM, 19 January 2025
ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં બહુચર્ચિત આર્થિક ગોટાળા મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપી પ્રોફેસર કમલજીત લખતરીયાની ધરપકડ કરી છે. કમલજીત સામે ગુજરાત યુનિવર્સિટીમાં 4.09 કરોડ રૂપિયાની ઉચાપત કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
એનિમેશન ડિપાર્ટમેન્ટમાં કૌભાંડ કેસ
ADVERTISEMENT
વર્ષ 2023માં કાર્યકારી ચીફ એકાઉન્ટન્ટ કનૈયા ઠાકરે તપાસ કરી ત્યારે એનિમેશન વિભાગના વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની જાણ થઈ હતી. આ અંગે યુનિવર્સિટીએ નાણાકીય વ્યવહારની તપાસ માટે CAની નિમણૂક કરી હતી. આ દરમિયાન કમલજીત લખતરિયાને નાણાકીય ગેરરીતિ બદલ ફરજ મોકુફ પણ કરવામાં આવ્યા હતા. સાથે જ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની અધ્યક્ષતામાં ઈન્કવાયરી પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ખંભાતમાં આજે ઉત્તરાયણની ઉજવણી, દરિયા કિનારે લોકોએ માણી પતંગ ચગાવવાની મજા, જુઓ વીડિયો
પોલીસે આરોપી પ્રોફેસરની વધુ પૂછપરછ હાથ ધરી
ઇન્કવાયરી દરમિયાન કમલજીત લખતરિયાએ પોતાના અંગત વપરાશ માટે પોતાના ખાતામાં, સંબંધીઓના ખાતામાં તથા વેપારીઓના ખાતામાં તથા નોલેજ પાર્ટનરના ખાતામાં જરૂર કરતાં વધુ એમ કુલ 4.09 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી. આ ઉપરાંત 16.64 કરોડ રૂપિયાની રકમના ખર્ચ કર્યા છે. જે બાબતે કોઈ પરવાનગી કે આધાર પુરાવા મળ્યા ન હતા. જેથી તેમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. હાલ તો પોલીસે આરોપી પ્રોફેસરની ધરપકડ કરી તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.