બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat to break Punjab's record: India's longest 650 km equestrian tour held in the state |
Last Updated: 11:53 PM, 1 November 2021
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લાના અદ્વૈત હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી રાજ્યમાટે સૌથી લાંબી હોર્સ રાઈડીગ માટે રેકોર્ડ સ્થાપિત કરવા અશ્વયાત્રા શરૂ કરવામાં આવી હતી, આ અશ્વયાત્રામાં 14 વર્ષના બાળક સહિત અન્ય 4 અશ્વસવાર જોડાયા હતા તેમજ નર્મદા પોલીસના સહયોગથી ફ્લેગ ઓફ કરી ભારતની 650 કિમીની સૌથી લાંબી અશ્વયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી
ADVERTISEMENT
રેકર્ડ પંજાબના નામે છે
બનાસકાંઠા જિલ્લાના જસરા ગામના અદ્વૈત હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાના અને ગુજરાતના સૌથી મોટા અશ્વ શો યોજાય છે તેમજ અશ્વની વિવિધ પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર તથા વિવિધ સંસ્થાઓના સહયોગથી યોજવામાં આવે છે. સૌથી લાંબી અશ્વસવારી નો અત્યાર સુધીનો ભારત નો રેકોર્ડ પંજાબ રાજ્યના અશ્વ સવારના નામે છે તેઓએ 613 કિમી લાંબી સવારી કરી રેકોર્ડ સ્થાપિત કર્યો છે આ રેકોર્ડ તોડવા અદ્વૈત હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા એકતા યાત્રાના ભાગ સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતેથી આજરોજ 650 કિમી લાંબી અશ્વસવારીની શરૂઆત કરવામાં આવી હતી, સ્ટેચ્યુ ઓફ યુનિટી થી શરૂ કરેલી અશ્વયાત્રા શ્રી રામ અશ્વ શો, અખલુંજ ગામ ( મહારાષ્ટ્ર ) ખાતે તેનું સમાપન થશે જેનું અંતર 650 કિમી નું થાય છે, આ અશ્વ યાત્રાના અશ્વ સવાર જય વ્યાસ જે ફક્ત 14 વર્ષના છે તેમની સાથે અન્ય બે વ્યક્તિ જેમાં એક મહિલા છે એવા પાંચ અશ્વસવારોએ આ યાત્રામાં ભાગ લીધો હતો, કેવડીયા ડી.વાય.એસ.પી વાણી દુધાત ના હસ્તે લીલી ઝંડી ફરકાવી ભારતની સૌથી લાંબી અશ્વયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.