બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / પ્રસિદ્ધ અને રાશિદે રંગ રાખ્યો, ગુજરાત ટાઇટન્સની શાનદાર જીત, કોલકાતાને 39 રનથી હરાવ્યું
Last Updated: 11:33 PM, 21 April 2025
ગુજરાત ટાઇટન્સ જીત્યું
ADVERTISEMENT
ગુજરાત ટાઇટન્સે KKR ને 39 રનથી હરાવ્યું અને ટોચ પર પોતાનું વર્ચસ્વ મજબૂત કર્યું. શુભમન ગિલ અને સાઈ સુદર્શનની અડધી સદીની મદદથી ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 198 રન બનાવ્યા, જેના જવાબમાં KKR 20 ઓવરમાં 8 વિકેટે 159 રન જ બનાવી શક્યું. કેકેઆર તરફથી કેપ્ટન અજિંક્ય રહાણે સૌથી વધુ રન બનાવ્યા હતા, જેમણે 36 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા અને રાશિદ ખાને બે-બે વિકેટ લીધી જ્યારે મોહમ્મદ સિરાજ, ઇશાંત શર્મા, વોશિંગ્ટન સુંદર અને આર. સાઈ કિશોરે એક-એક વિકેટ લીધી.
Quick reflexes ⚡ Calm demeanor 😏
— IndianPremierLeague (@IPL) April 21, 2025
🎥 Prasidh Krishna continues his wicket-taking streak 👏
Updates ▶ https://t.co/TwaiwD5D6n#TATAIPL | #KKRvGT | @gujarat_titans pic.twitter.com/0Cwv0POKya
ADVERTISEMENT
KKR સામે પ્રથમ બેટિંગ કરતા, ગિલ અને સાઈ સુદર્શને ગુજરાતને સારી શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 114 રનની ભાગીદારી કરી. ગિલે આ IPL સિઝનમાં 34 બોલમાં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી. ત્યારબાદ સુદર્શને 33 બોલમાં IPL 2025 ની પોતાની પાંચમી ફિફ્ટી પૂરી કરી.
How to outfox a batter 101, ft. Washington Sundar 🕸👌
— IndianPremierLeague (@IPL) April 21, 2025
Jos Buttler with some impressive glovework 🧤#KKR 114/4 after 15 overs.
Updates ▶ https://t.co/TwaiwD5D6n#TATAIPL | #KKRvGT | @gujarat_titans pic.twitter.com/AGCZWl51kb
ગુજરાતની ઇનિંગ્સનો અંત
ગુજરાત ટાઇટન્સે કેપ્ટન શુભમન ગિલ અને સાઇ સુદર્શનની અડધી સદીની મદદથી KKR ને જીતવા માટે 199 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. KKR એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ ગિલ અને સુદર્શને ગુજરાત માટે સદીની ભાગીદારી કરી, જેની મદદથી ટીમ 20 ઓવરમાં ત્રણ વિકેટે 198 રન બનાવી શકી. ગુજરાત માટે, ગિલે 55 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 90 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો, જ્યારે સુદર્શન 36 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 52 રન બનાવીને આઉટ થયો.
વધુ વાંચો: 'અહીંયા રજાઓ ગાળવા અને...', સેહવાગ વિદેશી ખેલાડીઓ પર ગુસ્સે ભરાયો
કોલકત્તાના બોલરોનો દબદબો
આ પછી હર્ષિત રાણાએ રાહુલ તેવતિયાને ખાતું ખોલાવ્યા વિના આઉટ કરીને ગુજરાતને ત્રીજો ઝટકો આપ્યો. બટલર અને શાહરૂખ ખાને અંતમાં ઝડપી રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ KKR ગુજરાતને 200 રન બનાવવાથી રોકવામાં સફળ રહ્યું. ગુજરાત તરફથી, બટલર 23 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 41 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે શાહરુખ પાંચ બોલમાં એક છગ્ગાની મદદથી 11 રન બનાવીને અણનમ રહ્યો. KKR માટે વૈભવ અરોરા, હર્ષિત રાણા અને આન્દ્રે રસેલને એક-એક વિકેટ મળી હતી.
Power and innovation 👊
— IndianPremierLeague (@IPL) April 21, 2025
Jos Buttler wasting no time in making his mark 💪#GT are aiming for a big finish at 162/1 after 17 overs.
Updates ▶ https://t.co/TwaiwD5D6n#TATAIPL | #KKRvGT | @gujarat_titans pic.twitter.com/I0GJ0lfkCF
બંને ટીમોનો પ્લેઈંગ-11
કોલકાતા નાઈટ રાઈડર્સઃ રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.
ગુજરાત ટાઇટન્સઃ શુભમન ગિલ, સાઇ સુદર્શન, જોસ બટલર, શેરફેન રધરફર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, વોશિંગ્ટન સુંદર, સાઇ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.