Gujarat Titans upset with superstar player: refused to play opening match of IPL
IPL 2023 /
સુપરસ્ટાર ખેલાડીથી ગુજરાત ટાઈટન્સ નારાજ: IPLની શરૂઆતની મેચ રમવાનો કર્યો ઈનકાર, હાર્દિક પંડ્યાને મોટો ઝટકો
Team VTV09:49 AM, 21 Mar 23
| Updated: 09:49 AM, 21 Mar 23
ગઈ સિઝનમાં તોફાની બેટિંગ બતાવનાર મિલરે IPL 2022ની સિઝનમાં ગુજરાતને ટાઈટલ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. હાલ ગુજરાત ટાઇટન્સ પોતાના એ ખેલાડીથી નારજ છે
ગુજરાત ટાઇટન્સની ટીમ પોતાના જ એક સ્ટાર ખેલાડીથી નારાજ
મિલર IPLની શરૂઆતની મેચમાં રમી શકશે નહીં
સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે મેચ 31 માર્ચે મેચ
IPL 2023 માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 10 ટીમોની ટુર્નામેન્ટ લગભગ બે મહિના સુધી ચાલશે. ચાહકો આ ટૂર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એવામાં IPL 2023ની વર્તમાન વિજેતા ગુજરાત ટાઇટન્સની ટીમ પોતાના જ એક સ્ટાર ખેલાડીથી નારાજ છે.
ગુજરાત ટાઇટન્સ આ ખેલાડીથી નારાજ
જણાવી દઈએ કે આ વાત ગુજરાત ટાઇટન્સના એ ખેલાડીએ પોતે જ કહી છે અને એ ખેલાડી છે ડેવિડ મિલર. ગઈ સિઝનમાં તોફાની બેટિંગ બતાવનાર મિલરે IPL 2022ની સિઝનમાં ગુજરાતને ટાઈટલ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. હાલ ગુજરાત ટાઇટન્સ પોતાના એ ખેલાડીથી નારજ છે કારણ કે મિલર IPLની શરૂઆતની મેચમાં રમી શકશે નહીં. જો કે આ પાછળનું કારણ એ છે આ સમયે તે પોતાના દેશ સાઉથ આફ્રિકાની ટીમ સાથે નેધરલેન્ડ સામે રમશે.
સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે મેચ
નોંધીનીય છે કે સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચેની મેચ 31 માર્ચે બેનોનીમાં અને 2 એપ્રિલે વાન્ડરર્સમાં રમાશે અને તે જ સમયે આઈપીએલ પણ 31 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. સાથે જ આ આઈપીએલ સિઝનની પહેલી મેચ ગુજરાત ટાઈટન્સની છે, જેમાં તે ચાર વખત વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સામે રમશે અને આ સાથે જ જણાવી દઈએ કે આ મેચ અમદાવાદમાં રમાશે.
સાઉથ આફ્રિકા માટે મહત્વપૂર્ણ મેચ
આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ યોજવવાનું અને એ માટે સીધા ક્વોલિફાય થવા માટે સાઉથ આફ્રિકા માટે આ બે મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવામાં મિલર માટે આ બંને મેચમાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કારણે જ તે IPLની શરૂઆતની મેચમાં ભાગ લઈ શકશે નહીં. આ વિશે મિલરે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે એ કારણે ગુજરાતની ટીમ તેમનાથી નારાજ છે. અમદાવાદમાં મેચ રમવી તે પણ IPLની પ્રથમ મેચ એક મોટી વાત છે પણ હું તેમાં ભાગ નહીં લઈ શકું.
#TitansFAM, here's your chance to rush to the Narendra Modi Stadium & get your 🎟 for #TATAIPL2023!
આ ખેલાડીઓ પણ નહીં લઈ શકે હિસ્સો
જણાવી દઈએ કે આ બે મેચોને કારણે માત્ર મિલર જ નહીં પણ સાઉથ આફ્રિકાના ઘણા ખેલાડીઓ IPLની શરૂઆતી મેચોમાં ભાગ લઈ શકશે નહીં. નેધરલેન્ડ સામેની સીરિઝ માટે સાઉથ આફ્રિકાની ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી પણ મિલર સિવાય એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, માર્કો જેન્સેન પણ આ ટીમમાં સામેલ થઈ શકે છે અને તે બધા સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ છે. માર્કરામ આ ટીમનો કેપ્ટન છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સમાં સાઉથઆફ્રિકાના એનરિચ નોરખિયા, લુંગી એન્ગિડી, મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવાલ્ડ બ્રેવિસ, લખનૌ સુપર જાયન્ટ્સમાં ક્વિન્ટન ડિકોક અને પંજાબ કિંગ્સમાં કાગિસો રબાડાનો સમાવેશ થાય છે. આ તમામ નેધરલેન્ડ સામે પસંદ કરાયેલી સાઉથ આફ્રિકાની ટીમનો ભાગ બની શકે છે.