બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ગુજરાત ટાઈટન્સને મળશે નવા માલિક, આ ગ્રુપ બન્યું 67 ટકાનું ભાગીદાર, 5625માં ખરીદાઈ હતી ટીમ

IPL 2025 / ગુજરાત ટાઈટન્સને મળશે નવા માલિક, આ ગ્રુપ બન્યું 67 ટકાનું ભાગીદાર, 5625માં ખરીદાઈ હતી ટીમ

Last Updated: 11:27 AM, 11 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2022ની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સને લઇ એક મોટું અપડેટ સામે આવ્યું છે જ્યાં ટીમને એક નવો માલિક મળી શકે છે. એક ગ્રુપે ટાઈટન્સમાં 67% ભાગ ખરીદ્યો છે.

Gujarat Titans: હાર્દિક પંડયાની આગેવાનીમાં આઇપીએલ 2022 માં ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને નવો માલિક મળશે. સૂત્રો અનુસાર ટોરેન્ટ ગ્રુપને સીવીસી કેપિટલ પાર્ટનર્સ તેનો 67% હિસ્સો વેચી દેશે, આ ગ્રુપે આ ટીમ 4 વર્ષ પહેલા ખરીદી હતી. બંને વચ્ચે આઇપીએલ લીગની ગવર્નન્સ કાઉન્સિલ દ્વારા અંતિમ મંજૂરી આપવામાં આવે તે પહેલા અમુક જરૂરી દસ્તાવેજીકરણ થઈ રહ્યું છે.

કોણ છે ટોરેન્ટ ગ્રુપ?

ટોરેન્ટ ગ્રુપની સ્થાપના વર્ષ 1959માં ઉત્તમભાઈ નાથાલાલ મહેતા દ્વારા કરવામાં આવી હતી હાલ તેનું સંચાલન તેમના બે પુત્રો સુધીર અને સમીર દ્વારા કરવામાં આવે છે. આ ગ્રુપ મુખ્યત્વે ગેસ, ફાર્મા અને પાવર(ઇલેક્ટ્રિસિટી)ના બિઝનેસમાં સક્રિય છે. ગયા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં, તેનું માર્કેટ કેપ $25 બિલિયન હતું. કંપનીની વેબસાઈટમાં જણાવ્યા આંકડા અનુસાર આ ગ્રૂપનું ટર્ન ઓવર આશરે 41,000 કરોડ છે અને તેની ગણતરી ઈન્ડિયાની ટોપ મોસ્ટ મલ્ટીનેશનલ કંપનીઓમાં થાય છે. જેની બે પેટા કંપનીઓ છે - ટોરેન્ટ પાવર અને ટોરેન્ટ ફાર્મા. એવું માનવામાં આવે છે કે ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતાના પુત્ર જીનલ મહેતા IPL રોકાણની દેખરેખ રાખશે.

વધુ વાંચો: વીરેન્દ્ર સેહવાગ અને તેની પત્ની વચ્ચે જોરદાર બબાલ! છૂટાછેડાના સમાચાર વચ્ચે વીડિયો વાયરલ

CVC એ 5625 કરોડમાં ખરીદી હતી ગુજરાત ટાઈટન્સ

વર્ષ 2021માં CVC એ ગુજરાતની ટીમને લગભગ 5625 કરોડ રૂપિયા એટલે કે 750 મિલિયન યુએસ ડોલરમાં ખરીદી હતી. આ ટીમે તેની પહેલી જ સિઝનમાં આઇપીએલનો ખિતાબ જીત્યો હતો. ટીમ આગામી સિઝનમાં પણ ફાઇનલમાં પહોંચી. જોકે, ટીમને અહીં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ગયા સિઝનમાં પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને રહી હતી અને આ તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. હાલમાં ટીમનું નેતૃત્વ શુભમન ગિલ કરી રહ્યા છે અને તેમાં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન, ઇંગ્લેન્ડના મર્યાદિત ઓવરના કેપ્ટન જોસ બટલર અને ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજનો પણ સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hardik Pandya Gujarat Titans IPL 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ