બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / Gujarat Titans open account in IPL mega auction Mohammad Shamin joins team for Rs 6.25 crore

IPL auction 2022 / શુભારંભ! IPL મેગા ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે ખાતું ખોલ્યું મોહમ્મદ શમીને 6.25 કરોડમાં ટીમમાં કર્યો સામેલ

ParthB

Last Updated: 01:33 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2022 મેગા ઓક્શનનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે  લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ એમ બે નવી ટીમો જોડાઈ છે.

  • ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીને 6.25 કરોડમાં ખરીદ્યો
  • જૂની આઠ ટીમોએ 27 ખેલાડીઓને જાળવી રાખ્યા છે
  • શ્રેયસ ઐયરને KKR   12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો

IPL 2022 મેગા ઓક્શનનો પ્રારંભ થઈ ગયો છે. 

IPL 2022 મેગા ઓક્શનનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે IPLમાં 10 ટીમો રમશે. લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ એમ બે નવી ટીમો જોડાઈ છે. ગુજરાત ટાઈટન્સઆ ઓક્શનમાં પોતાની નવી જ ટીમ માટે શ્રેષ્ઠ પ્લેયરો પસંદ કરશે. ગુજરાત ટાઈટન્સે પોતાની ટીમનું નામ ત્રણ દિવસ પહેલા એટલે કે 9મી ફેબ્રુઆરીએ જાહેર કર્યું હતું.  

IPL મેગા ઓક્શનમાં ગુજરાતની નવી ટીમ ગુજરાત ટાઈટનસે ખાતું ખોલાવી દીધું છે. હવે ટીમ પાસે ચાર ધુરંધર ખેલાડીઓની ફોજ છે. જેમાં મોહમ્મદ શમીનો ફાસ્ટ બોલર તરીકે સમાવેશ થઈ ચૂક્યો છે

આ રહ્યું ગુજરાત ટાઈટન્સ ખેલાડીઓનું લિસ્ટ

ક્રમ    ખેલાડી        કેટલામાં ખરીદ્યો
1    હાર્દિક પંડ્યા        15 કરોડ
2    રાશિદ ખાન        15 કરોડ
3    શુભમન ગિલ        7 કરોડ
4    મોહમ્મદ શમી      6.25 કરોડ

ટીમનું નામ કેવી રીતે પડ્યું

ટીમના પાર્ટનર સિધાર્થ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત ટાઈટન્સને લઈને અમે ઘણું રિસર્ચ કર્યું. અમે આ માટે એક એજન્સી હાયર કરી હતી. અમારી કોશિશ હતી કે અમે ગુજરાતની ઈમેજને કેવી રીતે રજૂ કરી શકીએ. ટીમના કેપ્ટન હાર્દિકે પણ કહ્યું હતું કે મારો પરિવાર ગુજરાતમાં છે અને અમે ગુજરાતમાં રહીએ છીએ.

શ્રેયસ ઐયરને કોલકાતા નાઈટ રાઇડર્સે અધધ 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો

આ મેગા ઓક્શન ભારતીય ટીમના સ્પિનર રવિચંદ્રન અશ્વિનને રાજસ્થાન રોયલ્સે 5 કરોડમાં,  ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સને કોલકાતા નાઈટ રાઇડર્સે 7.25 કરોડમાં તેમજ સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર કીંગીસૉ રબાડાને પંજાબે 9.25 કરોડમાં તેમજ શિખર ધવન 8.25 કરોડમાં ખરીદ્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શ્રેયસ ઐયરને કોલકાતા નાઈટ રાઇડર્સે અધધ 12.25 કરોડ રૂપિયામાં ખરીદી લીધો,એક્સ સાઉથ આફ્રિકન કેપ્ટન ફાફ ડુ પ્લેસીસને 7 કરોડમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદ્યો

આજની IPL મેગા ઓક્શનમાં 10 ટીમો ભાગ લેશે 

આજની IPL મેગા ઓક્શનમાં10 ટીમો ભાગ લશે. 590 ખેલાડી ઓક્શનમાં સામેલ છે. બેંગલુરુમાં યોજાનાર આ ઓક્શનમાં કેટલાય ખેલાડીઓની કિસ્મત ચમકશે. ઓક્શનમાં સોથી પહેલા 10 મોટા ખેલાડીઓ પર બોલી લગાવાશે. ત્યાર પછી બાકીના ખેલાડીઓની બોલી લાગશે. આ સાથે આ ઓક્શમાં આ વખતે ગુજરાત ટાઇટન્સ કયા કયા ખેલાડીઓની પસંદગી કરશે તેના પર બધાની નજર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ