બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Gujarat Titans bowler Yash Dayal's post created an uproar, later had to apologize

ક્રિકેટ / ગુજરાત ટાઇટન્સના બોલર યશ દયાલની પોસ્ટે મચાવ્યો હોબાળો, બાદમાં માંગવી પડી માફી

Megha

Last Updated: 02:49 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ટાઇટન્સ ફાસ્ટ બોલર યશ દયાલ હાલ ચર્ચાનો વિષય બન્યા. તેને ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી જેના કારણે હંગામો થયો હતો જે બાદ સ્ટોરી ડિલીટ કરી દીધી હતી

  • ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર યશ દયાલ ચર્ચાનો વિષય બન્યા
  • તેને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી હતી 
  • હાલ તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી ટીમ ગુજરાત ટાઇટન્સ ફાસ્ટ બોલર યશ દયાલ હાલ ચર્ચાનો વિષય બન્યા છે. આ વખતે એમના બોલિંગને કારણે નહીં પણ બીજા કારણે સમાચારમાં આવી છે. વાત એમ છે કે યશ દયાલના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરવામાં આવી જેણે હંગામો મચાવ્યો.જો કે યશ દયાલે થોડી જ વારમાં તે સ્ટોરી ડિલીટ કરી દીધી હતી પણ તે પછી તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યો.

જો કે એ બાદ નફરત ફેલાવતી આ ઇન્સ્ટા સ્ટોરી માટે યશ દયાલે ચાહકોની માફી પણ માંગી છે.તેણે લખ્યું કે આ પોસ્ટ ભૂલથી શેર કરવામાં આવી છે. તેણે લખ્યું, 'મિત્રો, હું ભૂલથી શેર કરેલી સ્ટોરી માટે માફી માંગવા માંગુ છું. મહેરબાની કરીને નફરત ન ફેલાવો, આભાર. હું તમામ ધર્મોનું સન્માન કરું છું.'

જણાવી દઈએ કે આ સ્ટોરી ગુજરાત ટાઇટન્સના આ ફાસ્ટ બોલરના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી હતી, જેણે સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો હતો. ચાહકોએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ગુજરાત ટાઇટન્સને પણ ખેલાડી વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

IPL 2023માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સના આ ફાસ્ટ બોલરે એક ઓવરમાં પાંચ સિક્સર આપી હતી.એ મેચમાં રિંકુ સિંહે ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી ઓવરમાં KKRને અણધારી જીત અપાવવા માટે પાંચ છગ્ગા ફટકાર્યા હતા.આ પછી યશ દયાલ લાંબા સમય સુધી શોકમાં હતા.આટલું જ નહીં તે લાંબા સમય સુધી ગુજરાત ટાઇટન્સ માટે એક મેચ પણ રમી શક્યો ન હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Titans IPL 2023 yash dayal ગુજરાત ટાઇટન્સ યશ દયાલ yash dayal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ