બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગુંડાતત્વોનું લિસ્ટ તૈયાર થતાં જ એક્શન! અમદાવાદ, સુરત, સાણંદ અને કચ્છમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Last Updated: 05:36 PM, 21 March 2025
અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો જે ઘટનાના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે. અસામાજિક તત્વોનું લિસ્ટ DGPએ મંગાવ્યું અને રાજ્યભરની પોલીસ અસામાજિક તત્વોને દંડવા કામે લાગી છે. આજે અમદાવાદના જોધપુરમાં લુખ્ખા તત્વોના ગેરકાયદે બાંધકામો દૂર કરવા કવાયત કરવામાં આવી છે.
ADVERTISEMENT
બુટલેગરોના ઘર પર બુલડોઝર કાર્યવાહી
ADVERTISEMENT
ઔડાની ગોપાલ આવાસ યોજનામાં દબાણો દૂર કરવા કામગીરી કરવામાં આવી તો સાણંદમાં અસામાજિક તત્વોનો અડ્ડો બનતા લારી-ગલ્લા હટાવાઇ રહ્યા છે. ગેરકાયદે લારી-ગલ્લા હટાવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. ઉગ્ર થયેલા લોકોએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. વડોદરામાં અસામાજિક તત્વો પર તંત્રની તવાઈ ચાલી છે. બુટલેગર ફિરોઝાબાનુના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરાઈ. તો કચ્છ અને સુરતમાં પણ અસામાજિક તત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લાખાપરના લિસ્ટેડ બુટલેગરનું મકાન તોડાયું
કચ્છમાં પણ અસામાજિક તત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે..જે અંર્તગત અંજારના લાખાપરના લિસ્ટેડ બુટલેગરનું મકાન તોડવામાં આવ્યું છે. બુટલેગર સુજા રબારીના વર્ષામેડીના અંબાજી નગરનું મકાન તોડી પડાયું હતું. આરોપી સામે અંજાર પોલીસ મથકમાં 16થી વધુ ગુના નોંધાયેલા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીનું ગેરકાયદે દબાણ તોડી પડાયું હુતું
આ પણ વાંચો: અમદાવાદમાં 13 વર્ષની સગીરાએ તો વલસાડમાં ST ચાલકે 2 લોકોને હંફાવ્યા, એકનું મોત, જુઓ CCTV
અસામાજિક તત્વોના ત્રાસ સામે લોકોમાં ભારે રોષ
અમદાવાદમાં અસામાજિક તત્વોના ત્રાસ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વો શહેરના રસ્તાઓ પર બેફામ બનીને આતંક મચાવતા હોવાથી સામાન્ય લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આમ જોવા જઈએ તો અમદાવાદ શાંતિપ્રિય શહેર છે. જો કે છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો ત્રાસ ફેલાવીને શાંતિનો ભંગ કરી રહ્યાં છે. પોલીસ મહેનત કરી રહી છે આવા શખ્સો સામે. જો કે તેમ છતાં આરોપીઓ ગુંડા બનીને રોફ ફેલાવવાનો પ્રયાસ કરતા રહે છે. જેથી શહેરીજનોનું કહેવું છે કે પોલીસે કોઈ નવો રસ્તો અપનાવી આવા લુખ્ખા તત્વોને સંદેશો પહોંચાડવો જોઈએ. પોલીસે એ રીતે કામગીરી કરવી પડશે કે લુખ્ખા તત્વો તોફાન કરતા પહેલા 10 વાર વિચારે. સાથે જ તેમનામાં પોલીસનો ખોફ હોવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Jammu Kasmir Landslide / ભૂસ્ખલન બાદ JKમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે મોટું અપડેટ, નંબર જાહેર, જુઓ કેવા છે હાલ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.