બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બાંગ્લાદેશ બોર્ડર પર ગુજરાતના વેપારીઓનો કરોડોનો માલ અટવાયો, ટેક્સટાઇલ ઉદ્યોગને થઈ સીધી અસર

મોટું નુકસાન / બાંગ્લાદેશ બોર્ડર પર ગુજરાતના વેપારીઓનો કરોડોનો માલ અટવાયો, ટેક્સટાઇલ ઉદ્યોગને થઈ સીધી અસર

Last Updated: 10:20 AM, 8 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશની કથળતી પરિસ્થિતિની ભારતના ઉદ્યોગો પર નકારાત્મક અસર થઈ છે. અમદાવાદ, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના કરોડો રૂપિયા અટવાયા.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મોટાપાયે વેપાર થાય છે. બંને દેશો વચ્ચે ઘણી વસ્તુઓની આયાત-નિકાસ થાય છે. ત્યારે બંને દેશો વચ્ચે હજારો કરોડનો વેપાર થાય છે જે હાલ છેલ્લા કેટલાક દિવસોથી બંધ છે. બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાની અસર આ વેપાર પર થઈ રહી છે.

બાંગ્લાદેશમાં હાલ રાજકીય અસ્થિરતાની અસર ભારતના ઉદ્યોગો પર પણ થઈ રહી છે. ત્યારે બાંગ્લાદેશમાં કથળતી પરિસ્થિતિને કારણે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફટકો પડ્યો છે. ગુજરાતમાંથી બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં કાપડની નિકાસ થાય છે. ત્યારે બાંગ્લાદેશમાં સંકટ વચ્ચે બોર્ડર પર પણ સ્થિતિ તંગ છે. જેના કારણે ગુજરાતનો 3500 કરોડનો માલ બાંગ્લાદેશ બોર્ડર પર અટવાયો છે.

PROMOTIONAL 13

ગુજરાતના વેપારીઓના કરોડો રૂપિયા ફસાયા

ગુજરાતના વેપારીઓનો કરોડો રૂપિયાનો માલ બોર્ડર પર ફસાતા વેપારીઓને ફટકો પડ્યો છે. માહિતી અનુસાર, બોર્ડર પર 3500 કરોડનો માલ અટવાયો છે. જેના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. બાંગ્લાદેશના આંતરિક મામલાની અસર અમદાવાદ અને સુરતમાં દેખાઈ રહી છે.

આ પણ વાંચો: ગુજરાતનો વધુ એક ઉદ્યોગ મંદીના કારણે પડી ભાંગ્યો, 6 લાખ કારીગરો બન્યા બેરોજગાર

માહિતી અનુસાર, ગુજરાતના ટેક્સટાઇલનો મોટો જથ્થો બાંગ્લાદેશમાં વેચાય છે. ત્યારે અમદાવાદ અને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે, અમદાવાદ, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના કરોડો રૂપિયા અટવાયા છે. ગુજરાતના વેપારીઓનો અંદાજે 3500 કરોડ રૂપિયાનો માલ બોર્ડર પર ફસાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Textile Industry Bangladesh Crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ