બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શિક્ષકોની ભરતીને લઈ મોટા સમાચાર, ખાલી પડેલી જગ્યામાં વધારો, હવે 10700 જગ્યા પર ભરતી
Last Updated: 11:07 PM, 21 March 2025
ADVERTISEMENT
શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વર્તમાન ભરતીમાં બેઠકોમાં વધારો કરાયો છે. અત્રે જણાવીએ કે, 7 હજાર બેઠકોમાં વધુ 3178 બેઠકોનો ઉમેરો કરાયો છે. ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શિક્ષણ સહાયકની કુલ 10,700 બેઠકો પર ભરતી થશે. શિક્ષણ મંત્રી ડો કુબેર ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી જાણકારી આપી છે.
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના માર્ગદર્શન હેઠળ વધુ એક શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય..@CMOGuj l @InfoGujarat l @PMOIndia pic.twitter.com/eP6LlAxmIP
— Dr. Kuber Dindor (@kuberdindor) March 21, 2025
ADVERTISEMENT
''10700 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે''
શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરે એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું છે કે, ''મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જુના શિક્ષક તરીકે 2230 શિક્ષકોને શાળા ફાળવણીની અને નિમણૂંક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ, જે અંતર્ગત ખાલી રહેતી 3178 જેટલી જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવામાં આવશે. વર્તમાન ચાલી રહેલ શિક્ષણ સહાયક ભરતીમાં સદર જગ્યાઓનો ઉમેરો કરી કુલ અંદાજીત 10700 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે''
આ પણ વાંચો: ગુજરાતીઓ આનંદો! 'મન ફાવે ત્યાં ફરો' યોજનામાં 1450 રૂપિયામાં સમગ્ર રાજ્યમાં ફરવાનો મોકો
શિક્ષણ સહાયક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરાયુ હતુ
થોડા દિવસ અગાઉ શિક્ષણ સહાયક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક સમાવેશ કરાયું હતું. શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું વાઇઝ્ડ જનરલ લિસ્ટ પ્રસિધ્ધ કરવાંમાં આવ્યું હતું. તો શિક્ષણ સહાયક ભરતી -2024 અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું DV (Document Verification) list પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024 અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરેલ છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સંજયદ્રષ્ટિ / ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, બીજી તરફ મંત્રીઓએ ઓફિસમાં શરૂ કર્યો ઓવરટાઈમ!
Sanjay Vibhakar
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.