Team VTV12:15 PM, 29 Aug 20
| Updated: 12:17 PM, 29 Aug 20
ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ રાજ્યભરમાં ભારે વરસાદને લઇને પાકને નુકસાન થાય તેવી શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં સરકારી અનાજને બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં SOGએ 11 વાહનો અને 439 મણ ઘઉંનો જથ્થો ઝડપ્યો છે.
સુરેન્દ્રનગરમાં સરકારી અનાજનું કૌભાંડ
SOGએ અનાજના જથ્થા સાથે 11 વાહનો ઝડપ્યા
રેશનકાર્ડમાં અપાતા અનાજનો જથ્થો મળ્યો
સુરેન્દ્રનગરમાં સરકારી અનાજને બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. SOGએ અનાજના જથ્થા સાથે 11 વાહનોને ઝડપી પાડ્યા છે. 11 વાહનોમાંથી 439 મણ ઘઉંનો જથ્થો ઝડપાયો છે.
મહત્વનુ છે કે, રાશનકાર્ડમાં પરિવારોને સસ્તુ અનાજ આપવામાં આવે છે. બારોબારે વેચવામાં આવતા કૌભાંડને SOGએ ઝડપી પાડ્યો છે. રાજસીતાપુર ગામ પાસેથી ઘઉંને નવલગઢ ફેક્ટરીમાં વેચાણ માટે જતા હતા. બાતમીના આધારે પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
સળગતા સવાલ
સરકારી અનાજ કોણ બારોબાર વેચી રહ્યું છે?
ગરીબોના હકનું અનાજ કોણ ખાઇ રહ્યું છે?
આવું કેટલું અનાજ બારોબાર વેચાતું હશે?
સરકારી અનાજની કાળાબજારી ક્યાં સુધી?
આવા કૌભાંડીઓ સામે કાર્યવાહી ક્યારે થશે?
આ લોકો સામે કડક કાર્યવાહી થશે કે ભીનું સંકેલાઇ જશે?