બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોલીસ બેડામાં મોટા ફેરબદલ, 215 કર્મચારીઓની સાગમટે બદલી, જુઓ કોને ક્યા અપાયું પોસ્ટિંગ
Last Updated: 09:08 PM, 18 March 2025
સુરેન્દ્રનગરમાં 215 પોલીસ કર્મચારીઓની તાત્કાલીક અસરથી બદલી કરી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાએ 200થી વધુ કર્મીને બદલીના આદેશ આપ્યા છે. જેમાં કેટલાકની સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે તો કેટલાક કર્મીને જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે.
ADVERTISEMENT
જુઓ લિસ્ટ
ADVERTISEMENT
આ પણ વાંચો: મમ્મીથી આટલો ડર! મોબાઈલ પાણીમાં પડી જતા ધોરણ 7ની વિદ્યાર્થિનીનો આપઘાત
તપાસ ચાલુ હોય તે અન્યને સોંપવાની સૂચના
જે કર્મચારીઓ પાસે ગુન્હા/ અરજી/ જા.જોગ/એ.ડી. કે કોઇપણ પ્રકારની તપાસ ચાલુ હોય તો તે તપાસની ચાર્જલીસ્ટ બનાવી અન્ય જવાબદાર કર્મચારીને સોંપવાની કાર્યવાહી થાણા અધિકારીએ પુર્ણ કરાવી સમયમર્યાદામાં છુટા કરવાનાની પણ સૂચના આપવામાં આવી છે. સાથો સાથ જે કર્મચારીઓની નિમણુંક હુકમમાં પી.સી.આર. ડ્રાયવર તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની ફરજ ફરીજીયાત પી.સી.આર. વાહન પર જ લેવાની રહેશ. તેમજ જે પોલીસ કર્મચારીઓ જુની જગ્યાએ પોલીસ લાઇનમાં પોલીસ કવાટર ધારણ કરતા હોય તેમને નવા શૈક્ષણીક સત્ર શરૂથાય ત્યાં સુધી ( તા.30/06/2025) કવાર્ટર ચાલુ રાખવા મંજુરી આપવામાં આવે છે. જેથી તે સબબ કોઇ અલગ થી પત્રવ્યવહાર કરવાનો રહેશે નહી અને તા.30/06/2025 બાદ કવાટર ચાલુ રાખી શકાશે નહી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.