બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Video: હાથમાં હથિયાર સાથે પોલીસને પડકાર ફેંકતો વધુ એક વીડિયો વાયરલ, આ લોકોને નથી રહ્યો કાયદાનો ડર

ગુજરાત / Video: હાથમાં હથિયાર સાથે પોલીસને પડકાર ફેંકતો વધુ એક વીડિયો વાયરલ, આ લોકોને નથી રહ્યો કાયદાનો ડર

Last Updated: 10:33 AM, 20 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં અસામાજિક તત્વો બેફામ થયા છે. ત્યારે પોલીસને ચેલેન્જ આપતા ગુંડા તત્વનો વીડિયો વાયરલ થયો હતો.

સોશિયલ મીડિયામા રોફ જમાવવા માટે આજકાલના યુવાનો વિવિધ હરકતો કરતા હોય છે. યુવાનો ટોળા બનાવીને જાહેર માર્ગો પર રીલ્સમાં ધમકીઓ આપતા જોવા મળતા હોય છે, જન્મદિવસ પર હથિયારથી કેક કાપતા હોય છે, વાહનો લઇને સ્ટંટબાજી કરતા પણ યુવાનો જોવા મળી રહ્યા છે. આવી ઘટનાઓની સમાજ પર ખરાબ અસર પડી રહી છે. ત્યારે વધુ એક આવી ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં આ વીડિયો સુરતનું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ સુરતમાં અસામાજિક તત્વોએ સોશિયલ મીડિયામાં લાઇવ કરીને પોલીસને પડકાર ફેંક્યો હતો. જેમાં પોલીસની કામગીરી સામે ચેલેન્જ આપતો વીડિયો વાયરલ થયો હતો. આ વિડીયો સુરતના અમરોલી વિસ્તારનો વિડિયો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં અતુલ પાંડે નામથી ઇન્સ્ટાગ્રામ આઈડી પર લાઈવ કરી હથિયાર બતાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: આકરા તાપમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગની અંગ દઝાડતી ગરમીની આગાહી

ત્યારે આ વીડિયોને લઇ લોકોમાં રોષ જોવા મળ્યો છે. બીજી તરફ નવયુવાનો દ્વારા ચપ્પુ બતાવી લોકોમાં રોફ ફેલાવતો વિડિયો સામે આવતા આની સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat police Surat News Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ