બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં ફરી આવી મેઘસવારી, અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરુ
Priykant Shrimali
Last Updated: 12:20 PM, 4 July 2025
Surat Rain : હવામાન વિભાગની આગાહીને લઈ હવે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. વિગતો મુજબ સુરત શહેરમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગ દ્વારા સુરતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
સુરતમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થયું છે. હવામાનની આગાહી વચ્ચે આજે સુરતના કાપોદ્રા, સરથાણા, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આ સાથે ડભોલી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
સુરતમાં તાજેતરમાં આવેલ વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા બાદ હવે ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. આ તરફ હવે હવામાન વિભાગે પણ આગામી 48 કલાક માટે અહીં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હોઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. સુરતમાં વરસાદી માહોલ જામતા સુરત ગ્રામ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
સુરતમાં ખાડીપુરના પ્રશ્નને લઈ મુખ્યમંત્રીને પત્ર
ADVERTISEMENT
સુરતમાં ખાડીપુરને લઈ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વાસ્તવમાં પદ્મશ્રી મથુર સવાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્ર અંગે કુમાર કાનાણીએ પણ સમર્થન આપ્યું છે. આ સાથે મથુર સવાણી પત્રમાં સૂચલેવા સૂચન અંગે ઝડપી કાર્યવાહી કરવા કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સુરત શહેરમાં ખાડીપુર ટાળવા જળક્રાંતિના પ્રણેતા અને પદ્મશ્રી મથુર સવાણીએ મેગા પ્લાન બનાવ્યો છે. વિગતો મુજબ મથુર સવાણી દ્વારા મેગા પ્લાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, બારડોલીથી ખાડીપુરના પાણી સુરત શહેરમાં આવે છે. આ પાણી રિંગરોડ પાસે આવેલ છેડછા ગામ થી તાપી નદીમાં ડાયવર્ટ કરી ખાડીપુર ઉકેલી શકાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : GSRTC માં ચાલુ બસે કંડક્ટરે લગાવી દીધી આગ, વીડિયો વાયરલ, મુસાફરોને જોખમ
આ પત્રમાં તેમણે કહ્યું કે, તાપી નદીમાં વાલક પાસે આ પાણી ડાયવર્ટ કરી શકાય છે. જેમાં 12 x 12 ડાયા મીટરની પાઇપ લાઇન નાખી ખાડીપુર ટાળી શકાય છે. આ સાથે વાલક પાસે તાપી નદીમાં આ વરસાદી પાણી વાળી શકાય છે. આ તરફ મથુર સવાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી આ બાબતે ચોક્કસ વિચારશે અને શહેરના હિતમાં નિર્ણય કરશે. આ સાથે હવે કુમાર કાનાણીએ પણ મુખ્યમંત્રીએ આ મામલે પત્ર લખી મથુર સવાણીનું સમર્થન કર્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.