બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / આવું ખાવો તો-તો ઝાડાં-ઉલટી જ થાય ને! જોઇ લો ગંદા પાણીમાં શાકભાજી ધોતા ફેરિયાનો વીડિયો
Nidhi Panchal
Last Updated: 12:54 PM, 5 July 2025
સુરત શહેરમાં સ્વચ્છતા અંગે અનેક પ્રયાસો થયા છે, છતાં પણ કેટલાક વિસ્તાર છે જ્યાં હજી પણ સ્વાસ્થ્યને લઈને ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. તાજેતરમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા આવિર્ભાવ સોસાયટી-2માં એક ચોંકાવનારો વિડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વીડિયોમાં શાકભાજી વેચતા કેટલાક વેપારીઓ રસ્તા પર ભરાયેલા દુષિત પાણીમાં સીધા જ શાકભાજી ધોઈ રહ્યા છે. રસ્તાનું પાણી ગંદું હતું પરંતુ તેમાં નાળાનો મેલ અને ગટરનું પાણી પણ મળેલું દેખાતું હતું. આવા પાણીમાં શાકભાજી ધોવાને કારણે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
દુષિત પાણીમાં ધોવાઈ રહ્યું છે શાકભાજી, જોઈ લો વીડિયો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 5, 2025
સુરતમાં ગંદા પાણીમાં શાકભાજી ધોઈને વેચતો ફેરિયાનો વીડિયો વાયરલ થયો છે. લોકોએ આરોગ્ય સાથે ચેડાં ક્યાં સુધી સહન કરવાનાં? તંત્ર આના પર ક્યારે કાર્યવાહી કરશે? અનેક સવાલો ઉભા થયા છે.#surat #Vegetable #viralvideo #gujaratinews… pic.twitter.com/Caq2U3mTqL
ADVERTISEMENT
વિડિયો વાયરલ થતાં સ્થાનિક રહેવાસીઓ અને સોશિયલ મીડિયા પર જોનાર લોકો આના પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. લોકો કહે છે કે આવી શાકભાજી ખરીદીને લોકો બીમાર પડી શકે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે તે ગંભીર જોખમ ઉભું કરી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 3 બાળકોના મોત, એક દાખલ, ગુજરાતમાં ફરી ચાંદીપુરમ વાયરસની એન્ટ્રી, જાણો કયા જિલ્લામાં
ADVERTISEMENT
આ મામલો પાંડેસરા વિસ્તારનો હોવાને કારણે સુરત મહાનગરપાલિકા અને ફૂડ ડિપાર્ટમેન્ટે તરત કાર્યવાહીની જરૂર છે તેવી લોકોની માંગ છે. સ્થાનિક તંત્રે શાકભાજી વેચનાર ફરિયાઓને નિયમો વિશે જાગૃત કરવાના અને કડક પગલાં ભરવાના પ્રયત્નો કરવાની જરૂર . સુરત શહેરમાં ખાદ્યસામગ્રી સાથે આવી બેદરકારી કોઈ પણ પ્રકારે માન્ય નથી. આવું કૃત્ય ન માત્ર નિયમોનો ભંગ છે, પરંતુ તે લોકોના જીવ સાથે પણ ચેડા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.