બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના ખાડીપૂરને નિવારવા જળક્રાંતિ પ્રણેતા આવ્યા મેદાને, સરકારને મેગા પ્લાન આપ્યો, કાનાણીનો સપોર્ટ
Priykant Shrimali
Last Updated: 02:03 PM, 3 July 2025
Surat Rain : સુરતમાં ખાડીપુરને લઈ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વાસ્તવમાં પદ્મશ્રી મથુર સવાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્ર અંગે કુમાર કાનાણીએ પણ સમર્થન આપ્યું છે. આ સાથે મથુર સવાણી પત્રમાં સૂચલેવા સૂચન અંગે ઝડપી કાર્યવાહી કરવા કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કુમાર કાનાણીનું કહેવું છે કે, મથુર સવાણીના સૂચનોનું તાત્કાલિક તપાસી યોજના અમલી કરવી જોઈએ, યોજના થકી વખતો વખત આવતા ખાડીપુરને નિવારી શકાય છે.
ADVERTISEMENT
સુરત શહેરમાં ખાડીપુર ટાળવા જળક્રાંતિના પ્રણેતા અને પદ્મશ્રી મથુર સવાણીએ મેગા પ્લાન બનાવ્યો છે. વિગતો મુજબ મથુર સવાણી દ્વારા મેગા પ્લાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, બારડોલીથી ખાડીપુરના પાણી સુરત શહેરમાં આવે છે. આ પાણી રિંગરોડ પાસે આવેલ છેડછા ગામ થી તાપી નદીમાં ડાયવર્ટ કરી ખાડીપુર ઉકેલી શકાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : હવે ખાવું તો ખાવું શું! ટામેટા, વાલ સહિતના શાકભાજી થયા મોંઘાદાટ, ગૃહિણીઓ લાલઘૂમ
ADVERTISEMENT
આ પત્રમાં તેમણે કહ્યું કે, તાપી નદીમાં વાલક પાસે આ પાણી ડાયવર્ટ કરી શકાય છે. જેમાં 12 x 12 ડાયા મીટરની પાઇપ લાઇન નાખી ખાડીપુર ટાળી શકાય છે. આ સાથે વાલક પાસે તાપી નદીમાં આ વરસાદી પાણી વાળી શકાય છે. આ તરફ મથુર સવાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી આ બાબતે ચોક્કસ વિચારશે અને શહેરના હિતમાં નિર્ણય કરશે. આ સાથે હવે કુમાર કાનાણીએ પણ મુખ્યમંત્રીએ આ મામલે પત્ર લખી મથુર સવાણીનું સમર્થન કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.