બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / રાજકુમાર જાટના મોતનો કેસ, જાટ સમાજના લોકોમાં રોષ, કરી આ મોટી માંગ
Last Updated: 11:24 PM, 17 March 2025
રાજકુમાર જાટના મોતના કેસને લઈને રાજ્યભરમાં રોષ ફેલાયો છે. ત્યારે સુરત ખાતે રાજસ્થાનના જાટ સમાજમાં રોષ સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં રાજકુમાર જાટની હત્યાને લઈ નારાજગી સામે આવી છે. આ ઘટનાને લઇ રાજકુમારની હત્યા ની CBI તપાસ કરવા સમાજના આગેવાનોએ માંગ કરી હતી. જેમાં સમાજ દ્વારા રાજકુમાર જાટ ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી.
ADVERTISEMENT
અગ્રણીઓના આરોપ
જોકે રાજકુમાર જાટના મોત પાછળ ગોંડલના ગણેશ ગોંડલ પર હત્યા નો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયા હોવાના પણ આરોપ અગ્રણીઓએ કર્યો હતો. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને તેના પુત્ર ની પૂછપરછ કરવામાં આવે તથા તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ઓડિયો વાયરલ થયો
ગોંડલનાં રાજકુમાર જાટનાં મોત કેસમાં વધુ એક ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં યુવકનાં પિતા રતનલાલ અને ગણેશ ગોંડલ વચ્ચેની વાતચીત સામે આવી છે. ગણેશ જાડેજાએ રતનલાલને પૂછ્યું, દીકરો માનસિક અસ્વસ્થ છે? રાજકુમાર જાટ માનસિક અસ્વસ્થ હોવાનો તેનાં પિતાએ સ્વીકાર કર્યો હતો. રાજકુમારની સારવાર ઉદયપુરમાં ચાલુ હોવાનું પણ તેના પિતાએ કહ્યું હતું. બંને વચ્ચેની અધુરી વાતચીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
આ પણ વાંચો: અસામાજિક તત્વો સામે આજથી જ એક્શન લેવાશે, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા મોટા આદેશ
પોલીસની પ્રાથમિક તપાસમાં શુ ખુલાસો થયો ?
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ''તરઘડીયા ગામ પાસે ઓવર બ્રિજ આવેલા છે જેની નજીકમાં આ યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો ત્યાંથી પસાર થતી 108 જોઈને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન યુવકનું મોત થઈ ગયુ હતું. ત્યારે યુવકની ઓળખ થયેલી ન હતી જેના પગલે ઓળખ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, ગોંડલ શહેરમાં એક યુવક ગુમ થયેલો છે જેના પગલે તેના સગા વ્હાલાને બોલાવીને ઓળખ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું કે, આ યુવકનું નામ રાજકુમાર જાટ છે. ત્યારબાદ તેમના બનેવી અર્જુન જાટ દ્વારા ફરિયાદ લીધેલી છે અને તપાસ પણ ચાલું છે. વધુમાં કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું હતું કે, જ્યાંથી ઈજાગ્રસ્ત યુવક મળી આવ્યો હતો તેની પાસે જ આશ્રમમાં આવેલો અને 4 વાગ્યે મોડી રાત્રે તે આશ્રમમાંથી બહાર નીકળો જણાય છે અને ત્યારબાદ અકસ્માતથી ઈજાગ્રસ્ત થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું છે''
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.