બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / VIDEO : સુરતમાં હૈયું કંપાવે એવી ઘટના, કાર ચાલકની બેદરકારીથી બાળકીએ ગુમાવ્યો જીવ
Last Updated: 02:03 PM, 15 March 2025
વાહનચાલકોની બેદરકારીના કારણે ઘણી ઘટનાઓમાં લોકોને જીવ ગુમાવવાની વારી આવતી હોય છે. ત્યારે આવી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સુરત ખાતે એક વાહનચાલકની બેદરકારીનો ભોગ 4 વર્ષની બાળકી બની હતી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ સુરતના કુંભારીયા ગામમાં આવેલ સુડા સાહકાર રેસીડેન્સીના ગેટ પાસે બાળકો રમી રહ્યા હતા. ત્યારે આ દરમિયાન એક ગાડી દરવાજાની અંદર પ્રવેશ કરતા દરમિયાન દરવાજાને અથડાઇ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બેફામ કારચાલકે બાઈક અને એક્ટિવાને લીધું અડફેટે, મહિલાનું મોત, કાળજુ કંપાવી દેતા CCTV
આ સમયે દરવાજાની પાસે 4 વર્ષની બાળકી ઉભી હતી. ત્યારે ગાડીની ટક્કર દરવાજાને વાગતા દરવાજો બાળકી પર પડ્યો હતો. અને દરવાજા પરથી ગાડી પસાર થતા બાળકી ચગદાઇ હતી. જેના કારણે ચાર વર્ષની બાળકીનું મોત થયું હતું. સોસાયટીના વોચમેનના પરિવારની બાળકીનું મોત થતા પરિવારમાં શોક ફેલાયો હતો. ત્યારે ગતરોજ બનેલી આ ઘટનામાં કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. ગેટ બાળકી પર પડ્યો હોવા છતા ડ્રાઇવરે બ્રેક ન મારતા બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.