મર્ડર / સુરતના કુખ્યાત ખંડણીખોર વસીમ બિલ્લાની જાહેરમાં ગોળીમારીને હત્યા થતાં ચકચાર

Gujarat Surat gangstar wasim billa killed

સુરતથી તડીપાર થયેલા કુખ્યાત વસીમ મીરજા ઉર્ફે વસીમ બિલ્લાની ગઇ કાલે મોડી રાત્રે નવસારી ખાતે હત્યા થઇ જતા સનસનાટી મચી ગઇ છે. વસીમ બિલ્લા નવસારીનાં છાપરાં રોડ ખાતે મણિનગર પાસે કારમાં પસાર થતો હતો. ત્યારે અજાણ્યા ચારેક શખ્સોએ તેની કારને અટકાવીને ઉપરાછાપરી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વસીમની છાતીના ભાગે ગોળી લાગતા તેનું કારમાં મોત થયું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ