બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / પોલીસકર્મી બન્યો દેવદૂત, ઝેરી દવા પીધેલી યુવતીનો જીવ બચાવ્યો, સરાહનીય કામગીરીનો VIDEO વાયરલ
Last Updated: 08:21 PM, 16 April 2025
રાજ્યમાં અનેક વાર ખાખીધારી પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી તો તેમના શિરે છે પરંતુ કયારેક અણધારી આફત આવી પડે ત્યારે પણ નાગરિકોના પડખે રહીને લોકોના જીવ બચાવવાનું કામ ખુબ કુશળભેર કરે છે. જો કે, કેટલાક કર્મીઓના કારણે નાની માટે ખાખીની છબી ભલે ખરડાતી હોય પરંતુ તેમના સારા કામ પણ એટલા જ હોય છે. ત્યારે વધુ એક ખાખીધારી પોલીસ કર્મીએ યુવતીનો જીવ બચાવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ખાખીધારી દવદૂત... યુવતીનો બચાવ્યો જીવ
સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસે સણીયા હેમાદ ગામમાં એક યુવતીનો જીવ બચાવ્યો છે. વાત એવી છે કે, યુવતીએ આપઘાત માટે ઝેરી દવા ગટગટાવી હતી ત્યારે પોલીસેને રમા વસાવા નામની યુવતી બેભાન અવસ્થામાં મળી હતી. સારોલી પોલીસની PCR વાન ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે તાત્કાલિક યુવતીને સારવાર માટે દાખલ કરી હતી. સમયસર યોગ્ય સારવાર મળતા યુવતીનો જીવ બચી ગયો હતો.
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓ ખાસ વાંચે, કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
પોલીસની સરાહનીય કામગીરી
બોર્ડની પરીક્ષા હોય કે, કોઈ વૃદ્ધ માણસ હોય કે પછી, કોઈ અન્ય સેવાકીય બાબત કેમ ના હોય.. દરેક વખતે પોલીસની સરાહાના કરીએ એટલી ઓછી છે. કારણ કે, પોલીસ અનેક બાબતોમાં સારી કામગીરી કરે છે. જેના કારણે પોલીસ પ્રત્યે લોકોની પોઝિટીવ લાગણીમાં પણ પરિવર્તન થતી હોય છે. ગુનેગારોમાં પોલીસનો ખોફ હોય જોઈએ પરંતુ સામાન્ય નાગરિકને તેમના પ્રત્યે એક સારી કામગીરીની રિસ્પેક્ટ હોવી પણ એટલી જ આવશ્યક હોવી જોઈએ, જે આ વીડિયો વાયરલ થયા બાદ જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.