gujarat: Std 10 and 12 board exams start from today, 15 lakh students will give exams, CM and Education Minister send best wishes
મૂંઝાતા નહીં /
આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ, 15 લાખ વિધાર્થીઓ આપશે એક્ઝામ, CM અને શિક્ષણમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ
Team VTV12:11 AM, 28 Mar 22
| Updated: 06:59 PM, 31 Mar 22
આજે SSC અને HSC બોર્ડની પરીક્ષામાં કુલ ૧૪.૯૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે
આજે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા યોજાશે
15 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
કડક વ્યવસ્થાઓ વચ્ચે આયોજન
આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. ધોરણ 10 અને 12માં 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો રાજ્યમાં ધોરણ 10માં 9 લાખ 64 હજાર 529 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 95 હજાર 982 રેગ્યુલર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રીપીટર 11 હજાર 984 પરીક્ષાર્થીઓ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 25 હજાર 834 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. CCTV કેમેરા સહિતની કડક વ્યવસ્થાઓ વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.ધોરણ 10ની પરીક્ષા સવારનાં 10થી બપોરનાં 1:15 વાગ્યા દરમિયાન યોજાશે તો ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10:30 થી 1:45 વાગ્યા દરમિયાન યોજાશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન યોજાશે.
આવતીકાલથી રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.આ પરીક્ષામાં ગુજરાતના અંદાજે ૧૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ બેસવા જઈ રહ્યા છે.આ તમામ વિદ્યાર્થીઓને સફળતાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. pic.twitter.com/7xEDyerOZp
સીએમ ભૂપેન્દ્ર પટલે પાઠવી શુભકામના
આજથી રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.આ પરીક્ષામાં ગુજરાતના અંદાજે ૧૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ બેસવા જઈ રહ્યા છે.આ તમામ વિદ્યાર્થીઓને સફળતાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
मुश्किल नहीं कुछ भी बस थोड़ी हिम्मत कर
ख्याब बदले हकीकत में बस थोड़ी कोशिश कर
મારે તમને એટલું જ કહેવું છે કે સ્વયં પર ભરોસો રાખી પરીક્ષા આપવા જજો. તમારી મેહનતને નિર્ભયતાનો રંગ લાગે, ધીરજથી પેપર લખવાનો સંગ લાગે, આત્મ વિશ્વાસ બુલંદ રહે તેવી આશા સાથે #BestOfLuck#BoardExams2022pic.twitter.com/posh64PL8N
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પરીક્ષાર્થીઓનો આત્મવિશ્વાસ વધાર્યો
મારે તમને એટલું જ કહેવું છે કે સ્વયં પર ભરોસો રાખી પરીક્ષા આપવા જજો. તમારી મેહનતને નિર્ભયતાનો રંગ લાગે, ધીરજથી પેપર લખવાનો સંગ લાગે, આત્મ વિશ્વાસ બુલંદ રહે તેવી આશા સાથે પરીક્ષા આપજો
બોર્ડની પરીક્ષા સમયે સ્કૂલ સંચાલકો-ટ્રસ્ટીઓની સ્કૂલમાં નો-એન્ટ્રી
28મી માર્ચથી શરૂ થતી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા દરમિયાન સ્કૂલોના સ્ટાફ અને ટ્રસ્ટીઓ પર પ્રતિબંધ ફરમાવાયો છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે પરીક્ષા દરમિયાન કામગીરીમાં ના હોય તેવો સ્ટાફ અને ટ્રસ્ટીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત શિક્ષક સ્કૂલમાં ટ્રસ્ટી કે કર્મચારી તરીકે કાર્ય કરતા હોય તેઓ પણ પરીક્ષા દરમિયાન હાજર રહી શકશે નહીં.
પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર ને ઝેરોક્ષની દુકાનો પર પ્રતિબંધ
બોર્ડની પરીક્ષાને લઇને અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. પરીક્ષા કેન્દ્રના 100 મીટરમાં 4થી વધુ લોકો એકત્ર નહીં થઇ શકે. તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષની દુકાનો પણ બંધ રાખવાનો આદેશ અપાયો છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર પર પોલીસની પાબંધી મૂકાઇ છે. શાળાઓએ જાહેરનામું અને બેઠક વ્યવસ્થાના બોર્ડ પણ લગાવી દીધા છે. તારીખ 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન આ જાહેરનામું લાગુ પડશે. પરીક્ષા સ્થળ પર બિન અધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે.
ફ્રી હેલ્પલાઇન નંબર કરી શકશો કોલ
ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ-વાલીઓને માર્ગદર્શન તથા મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબરઃ ૧૮૦૦ર૩૩પપ૦૦ ૧૪ માર્ચથી ૧ર એપ્રિલ સુધી કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્સ્પર્ટ કાઉન્સેલર અને સાઈકોલોજિસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સવારના ૧૦થી સાંજના ૬.૩૦ વાગ્યા સુધી હેલ્પલાઇન નંબર ચાલુ રહેશે. વિદ્યાર્થીઓ આ સમય દરમિયાન માર્ગદર્શન મેળવી શકશે.
કોરોના બાદ પ્રથમવાર યોજાનાર પરીક્ષામાં બોર્ડ દ્વારા ૩૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે
મંત્રીએ કહ્યુ હતું કે, કોરોના બાદ પ્રથમવાર યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થીઓની ચિંતા ઓછી કરવા બોર્ડ દ્વારા ૩૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. રાજ્યના આંતરિયાળ વિસ્તારમાંથી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે સમયસર બસ મળી રહે તેવી વ્યવસ્થા અને જરૂર પડે તો જિલ્લા વહીવટીતંત્ર અથવા સબંધિત અધિકારી દ્વારા વિદ્યાર્થીને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવાની વ્યવસ્થા કરવા પણ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.
પહેલી વાર ધોરણ-૧૦ના ગણિતની બે પરીક્ષા અલગ અલગ દિવસે યોજાશે
ગુજરાત બોર્ડની ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષા આ વર્ષે ર૮ માર્ચથી ૧ર એપ્રિલ સુધી યોજાશે. આ વર્ષે ધોરણ-૧૦માં પ્રથમ વખત ગણિતની બે પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં ૩૦ માર્ચે બેઝિક ગણિત અને ૩૧ માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. કોરોનાની પરિસ્થિતિના કારણે ગત વર્ષે બોર્ડમાં માસ પ્રમોશન અપાયું હતું, જેથી પરીક્ષા યોજાઈ નહોતી, એવામાં બે વર્ષ બાદ આ વખતે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે ૧૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા આપશે.