ગુજરાતમાં લોકડાઉન દરમિયાન રાજ્યમાંથી ST દ્વારા શ્રમિકોને તેમના વતન પરત મોકલવામાં આવ્યાં હતા. જો કે હવે આ મુદ્દાને લઇને સૌરાષ્ટ્ર ઝોનના ST તંત્ર દ્વારા બાકી બિલોની તંત્ર પાસે ઉઘરાણી કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રમાં લોકડાઉનના ST બસના કરોડોના બીલ બાકી
સૌરાષ્ટ્ર ઝોનની ST ડેપોના 2.59 કરોડના બીલ બાકી
4 ST ડિવિઝનની બસોથી મોકલાયા હતા પરપ્રાંતિય મજૂરો
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે પરપ્રાંતિય મજૂરોને રાજ્યમાંથી તેમના વતન મોકલવા માટે સહાય કરવામાં આવી હતી. રાજ્યમાંથી સરકારે ST બસ દ્વારા પરપ્રાંતિય મજૂરોને મોકલવામાં આવ્યાં હતા.
ત્યારે હવે સૌરાષ્ટ્રમાં લોકડાઉનના ST બસના કરોડોના બીલ બાકી હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર ઝોનની ST ડેપોના 2.59 કરોડના બીલ બાકી છે. 4 ST ડિવિઝનની બસોથી પરપ્રાંતિય શ્રમિકોને વતન પરત મોકલાયા હતા.
જેના રાજકોટ ડિવિઝનના 1.39 કરોડ, જામનગર ડિવિઝનના 78.12 લાખ અને અમરેલી ડેપોના 1.84 લાખના બીલ બાકી છે. જ્યારે એક માત્ર જૂનાગઢ STએ ચૂકવણી કરી છે. જો કે જૂનાગઢ STને પણ 40.91 લાખમાંથી 1.51 લાખ જ ચૂકવાયા છે. ત્યારે હવે ST તંત્ર દ્વારા બાકી બીલો માટે વહીવટી તંત્ર પાસે ઉઘરાણી કરી છે.