બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Gujarat ST department Facility on Diwali festivals in surat
Last Updated: 09:17 PM, 22 October 2019
ADVERTISEMENT
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકો પોતાના વતન જતા હોય છે. ત્યારે સુરતના રત્નકલાકારોએ પણ વતન જવા માટે મોટી સંખ્યામાં એડવાન્સ બુકિંગ કરી નાખ્યું છે. ત્યારે એસ. ટી. વિભાગ દ્વારા દિવાળીના તહેવારને લઇને એકસ્ટ્રા બસો દોડાવાશે. સુરતથી 1500થી વધુ ટ્રીપોનું સામાન્ય સંચાલન સાથે દિવાળીની એકસ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરાશે. આ એકસ્ટ્રા બાસમાં કોઇપણ પ્રકારનું વધુ ભાડુ નહીં લેવામાં આવે. એસ.ટી. નિગમ દ્વારા 22 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી સિંગલ ભાડું લેવાનું નક્કી કરાયું છે. જેને લઇને રત્નકલાકારો સસ્તાભાડે પોતાના વતન જઇ શકશે.
મહત્વનું છે કે, આ એકસ્ટ્રા બસોમાં બુકિંગ માટે કાઉન્ટર અને એસ.ટી. વિભાગની વેબસાઇટ www.gsrtc.in પરથી ઓનલાઈન બુકિંગ પણ કરી શકશો.
ADVERTISEMENT
270 જેટલી બસ ઓનલાઈન બુક થઈ
સુરતની STમાં રત્નકલાકારોનું મોટી સંખ્યામાં બુકિંગ થયું છે. 180 જેટલી બસોનું ગ્રુપ બુકિંગ થયું છે. જેમાં 270 જટેલી બસો ઓનલાઇન બુક થઇ છે. તહેવારમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો પોતાના વતન જતા હોય છે. તેમાં પણ ગયા વર્ષની સરખામણીએ બુકિંગમાં વધારો થયો છે. 1200 જેટલી ટ્રીપ એસ.ટી. નિગમ દ્વારા રાખવામાં આવી છે. થોડા સમયમાં આ સેવા શરૂ થઈ રહી છે. આ અંગે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ સુરતથી બસને લીલી ઝંડી આપશે.
રત્નકલાકારો એક તરફી (સિંગલ) ભાડામાં ST બસમાં મુસાફરી કરી શકશે
રત્ન કલાકારો સિંગલ ભાડામાં ST બસમાં મુસાફરી કરી શકશે. મંદીને ધ્યાને રાખીને રત્ન કલાકારો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી દિવાળીમાં વતન જવા માટે રત્ન કલાકારોને સિંગલ ભાડામાં ST બસની સવલત મળશે. મહત્વનું છે કે, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ કથીરિયા અને હોદ્દેદારો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યાં હતાં. તેમના દ્વારા મંત્રી આર.સી. ફળદુ અને મંત્રી કુમાર કાનાણીને રજૂઆત કરવામાં આવી હતી કે એસ.ટી. નિગમ દિવાળી પર મુકવામાં આવેલ એકસ્ટ્રા બસનું ભાડું ન લઇને રૂટ પ્રમાણેનું એક તરફી (સિંગલ) ભાડું લે. જેને લઇને સરકાર દ્વારા દિવાળી પર મુકવામાં આવનાર એકસ્ટ્રા બસનું ભાડું 22 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી સિંગલ ભાડું લેવાનું નક્કી કરાયું છે.
ઈ-બુકિંગ ટિકિટમાં 10% રાહત અપાશે
દિવાળીમાં મુસાફરોને તકલીફ પડશે નહીં. ST વિભાગ 650 એક્સ્ટ્રા બસો દોડાવશે. ઈ-બુકિંગ ટિકિટમાં 10% રાહત આપવામાં આવશે. મોબાઈલ કે ઈ-બુકિંગ કરાવી શકાશે. અમદાવાદના ગીતામંદિરથી એકસ્ટ્રા બસોનું સંચાલન થશે. એક્સ્ટ્રા બસોમાં આ વખતે એક્સ્ટ્રા ભાડું નહીં ચુકવવું પડે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ગુજરાત / આકાશમાંથી અગનવર્ષા! આજે ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 44 ડિગ્રી પહોંચશે તાપમાન
Dinesh Chaudhary
22 એપ્રિલ / આજે વિશ્વ પૃથ્વી દિવસ, પર્યાવરણના જતન માટે ભારતનું આ વૈશ્વિક મહાયજ્ઞનું આહ્વાન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.