બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat ST bus Cashless digital payment tickets
Hiren
Last Updated: 02:54 PM, 9 April 2022
ADVERTISEMENT
ST બસમાં પણ કેશલેસ સિસ્ટમ અમલી બનવા જઇ રહી છે. POS મશીનમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ થકી પ્રવાસીઓ ટિકિટ લઈ શકશે. હાલ પ્રાયોગિક ધોરણે 100 બસોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે.આગામી દિવસોમાં તમામ બસોમાં લાગૂ કરાશે.
વોલ્વો અને એસી બસોમાં આ સેવા શરૂ કરી રહી છે. ST નિગમે પ્રાયોગિક ધોરણે 65 જેટલી પ્રિમિયમ બસમાં સ્વાઇપ મશીન થકી પ્રવાસીઓને ટિકિટ ઈશ્યુ કરવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં વધુ 45 બસોમાં સ્વાઇપ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં POS મશીનમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને મુસાફરો ટિકિટ લઈ શકશે. POS મશીનમાં QR કોડની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેને સ્કેન કરી ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન દ્વારા પ્રવાસી બસનું ભાડું ચૂકવી શકશે.
ADVERTISEMENT
રાજકોટમાં એઈમ્સ સુધી એસ.ટી બસ સેવા શરૂ
રાજકોટમાં એઈમ્સ સુધી એસ.ટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. મંત્રી અરવિંદ રૈયાણીએ બસને લીલી ઝંડી આપી છે. માત્ર 16 રૂપિયામાં ST બસ એઈમ્સ સુધી મુસાફરોને પહોંચાડશે. ST બસ સ્ટેન્ડથી એઇમ્સ જવાનુ વધુ સરળ બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.