રાજ્યમાં અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે. ત્યારે આજથી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં હેલમેટ અને સીટ બેલ્ટ ન પહેરનારને મસમોટો દંડ ભરવો પડશે.
રાજ્યમાં આજથી 15 માર્ચ સુધી પોલીસની મેગા ડ્રાઇવ
હેલમેટ કે સીટ બેલ્ટ વિનાના વાહનચાલકો પાસેથી વસૂલાશે ભારે દંડ
પોલીસને કડકમાં કડક કાર્યવાહી કરવા આદેશ અપાયો
રાજ્યમાં અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે. ત્યારે આજથી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં હેલમેટ અને સીટ બેલ્ટ ન પહેરનારને મસમોટો દંડ ભરવો પડશે.
હેલમેટ તથા સીટ બેલ્ટ નહીં પહેરનારા વાહનચાલકોની ખેર નહીં
રાજ્યમાં આજથી જ ટ્રાફિકના નિયમો કડક બનાવવામાં આવ્યાં છે. હેલમેટ કે સીટ બેલ્ટ વિનાના વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી થશે. હાલમાં પોલીસે ડ્રાઇવ શરૂ પણ કરી દીધી છે.
રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મોત તથા ઇજાના બનાવો અટકાવવા માટે ગુજરાત પોલીસે તારીખ 6 માર્ચ એટલે કે આજથી 15મી માર્ચ સુધી મેગા ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં હેલમેટ તથા સીટ બેલ્ટ નહીં પહેરનારા વાહનચાલકો પાસેથી ટ્રાફિક નિયમ ભંગ બદલ કડક દંડ વસૂલવામાં આવશે.
ભૂલથી પણ જો કોઇ વ્યક્તિ હેલમેટ વિના કે કારમાં સીટ બેલ્ટ બાંધ્યા વિના દેખાશે તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. કારણ કે, આ મામલે પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. તદુપરાંત તેમના તરફથી કેટલો દંડ વસૂલવામાં આવ્યો, કેટલાં કેસ કરાયા તેની પણ માહિતી બીજા દિવસે સવારનાં 8 વાગ્યા સુધીમાં મોકલી દેવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. આથી પોલીસ 15 માર્ચ સુધી આખાય ગુજરાતમાં ટ્રાફિકના નિયમ તોડનારાઓનો વારો પાડી દેશે. શહેર અને જિલ્લા કક્ષાએ રોજેરોજની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે.
15 માર્ચ સુધી ચાલશે આ પોલીસ ડ્રાઇવ
તમને વધુમાં જણાવી દઇએ કે, સુપ્રિમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા સેફટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક તેમજ ગુજરાત રાજ્ય ખાતે સમયાંતરે રોડ સેફટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક યોજાય છે. જેમાં રોડ સેફ્ટી કાઉન્સિલર મિટીંગમાં ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી માર્ગ અકસ્માતમાં હેલમેટ નહીં પહેરનારા તેમજ સીટ બેલ્ટ નહીં બાંધવાના કારણે મૃત્યુ દર સાથે ઇજાના પણ અનેક બનાવો જોવા મળ્યાં હતાં.
પોલીસ દ્વારા આ ડ્રાઇવ આજથી 15મી માર્ચ સુધી ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરો તથા સમગ્ર જિલ્લાઓમાં ચલાવવામાં આવશે. જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટ તથા સીટ બેલ્ટનો નિયમ ભંગ કરવા બદલ પોલીસ વાહનચાલક પાસેથી કડક દંડ વસૂલશે.