બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકનો વિવાદ, શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે આપી તીખી પ્રતિક્રિયા
Last Updated: 05:23 PM, 22 March 2025
તેમજ સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા બતાવવાનો પ્રયાસ કરાય છે તેમજ શિવજી, હનુમાનજીને દાસ બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે"
ADVERTISEMENT
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજનું નિવેદન
શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતી મહારાજે કહ્યું કે, ''સ્વામીનારણ સંપ્રદાયવાળાઓ દ્વારા છેલ્લા ચાર-વર્ષથી હનુમાનજીને દાસ તેમજ મહાદેવજી કંઈક અલગ રીતે બતાવવામાં આવે છે. હનુમાનજી મહારાજની કથાઓ સૌ કોઈ જાણે જ છે. ત્યારે એવી કોઈ વાત મન કરવી જોઈએ જેનાથી દુખ થાય. ધર્મ તેને કહેવાય જેને સત કર્મ સત માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. પરંતુ જો આપણે આપાસમાં જ યુદ્ધ કરવા લાગીશું તો વિધર્મીઓથી કોણ લડશે ?
ADVERTISEMENT
આ પણ વાંચો: અમેરિકામાં ગુજરાતી પરિવાર પર ગોળીબાર, પિતા અને પુત્રીના મોત
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં સનાતન ધર્મનુ અપમાન!
સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સંતોને જાણે હિંદુ સમાજના દેવી દેવતાઓને ટાર્ગેટ કરવાની ટેવ પડી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપનાર સ્વામીઓએ હવે તો હદ કરી નાખી છે. બોલીને હિંદુ દેવી દેવતાનું અપમાન કરતા સંતો હવે પુસ્તકો પણ લખવા લાગ્યા છે. હિંદુ સમાજના મહાન સત્પુરુષો પર ટિપ્પણી કર્યા પછી દ્વારકાધીશને પણ છોડ્યા નથી. શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં દ્વારાકાધીશ વિશે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે. આ પુસ્તકમાં વાર્તા નંબર 33માં દ્વારકામાં ભગવાન ન હોવાનું કહેવામાં આવ્યું છે. ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાવાનું કહેવાયું. એટલું જ નહી દ્વારકાનગરી સુધી યાત્રા કરનારને કુસંગી અને વેરી કહેવાયા છે. આ વિવાદિત લખાણને લઇને હવે માલધારી સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે. માલધારી સમાજે સ્વામિનારાયણ પુસ્તક પાછું ખેંચવા માગ કરી છે. જો પુસ્તક પાછું ખેંચવામાં નહીં આવે તો વિરોધની ચીમકી પર ઉચ્ચારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.