Gujarat Secondary Service Selection Board Announces Date of Head Clerk Recruitment Examination
BIG BREAKING /
વાંચવા માંડો: હેડક્લાર્ક પરીક્ષાની તારીખ જાહેર, સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો ગેલમાં
Team VTV05:28 PM, 03 Feb 22
| Updated: 05:58 PM, 03 Feb 22
ગૌણ સેવા પસંદગી મંડળે રદ્દ કરાયેલી હેડક્લાર્ક ભરતીની પરીક્ષાની તારીખ જાહેર કરી, 20 માર્ચે બપોરે 12થી 2 વાગ્યે લેવાશે પરીક્ષા
હેડ ક્લાર્કની પરીક્ષા 20 માર્ચે લેવાશે
રદ્દ કરાયેલી પરીક્ષા 20 માર્ચે લેવાશે
ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરી કરી પરીક્ષાની તારીખ
વધુ એક સરકારી ભરતીની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. પેપર લીક કાંડ બાદ રદ્દ થયેલી હેડક્લાર્ક ભરતીની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. હેડ ક્લાર્કની પરીક્ષા 20 માર્ચે લેવાશે. ગૌણ સેવા પસંદગી મંડળે આ વિષે પરિપત્ર બહાર પાડી માહિતી આપી છે. પેપરનો સમય બપોરે 12થી 2 વાગ્યાનો રહેશે.
12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયું હતું જે બાદ હેડ ક્લાર્કની પરીક્ષાની ભરતી રદ્દ થવાની જાહેરાત સરકાર તરફથી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી.
સાબરકાંઠાના પ્રાંતિજમાં પેપરલીક કાંડ મામલો
હેડ કલાર્ક પરીક્ષા પહેલા પેપર થયું હતું લીક. પરીક્ષા પહેલા પેપર લીક થતા હંગામો સર્જાયો હતો. 189 જગ્યા માટે 84,000થી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. પેપર લીક થવાના મામલે વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે તેમજ અત્યાર સુધીમાં કુલ ૩૩ આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. આરોપી પાસે થી કુલ મુદ્દા સાથે ૭૮,૯૬,૫૦૦ રોકડ રકમ આરોપીઓ પાસેથી ઝડપાઇ..પેપર લીક કાંડના આરોપીઓની જામીન અરજી હિંમતનગર કોર્ટે ફગાવતા આરોપીઓને જેલ પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. સમાજના જનહિતમાં અને શિક્ષિત યુવા બેરોજગારોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમાજમાં દાખલો બેસે તે માટે જામીન નામંજૂર કરાવામાં આવ્યા હતા.
હેડ ક્લાર્ક પેપર લીક કેસ, પોલીસની 'સુસ્તી'વધી
ગુજરાતમાં હેડ ક્લાર્ક પેપર લીક કેસ મામલે પોલીસની કામગીરી ઢીલી સાબિત થઇ રહી છે. પેપર લીક મામલે હવે કોઈ જ ગતિવિધિઓ સામે નથી આવી રહી. જે કઈ ધમધમાટ હતો, તે પેપર લીક્ના સુત્રધારો હતા તે ઝડપાયા પછી આખી પ્રક્રિયા 'ગોકળ ગાય' ગતિમાં ચાલી રહી હોવાનું ફલિત થાય છે. સમગ્ર તપાસનો રેલો ગાંધીનગર પહોંચે તે પહેલા જ પ્રક્રિયાને લકવો મારી ગયો છે. આખા પેપર લીક કાંડની તપાસમાં ફરી ભીનું સંકેલવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. પરીક્ષા રદ્દ થયાની જાહેરાત કરાયા બાદ તપાસ પણ અભરાઈ પર ચઢાવી દેવાઈ હોવાનો ઘાટ સજાયો હોવાની વિધાર્થીઓને પ્રતીતિ થઇ રહી છે.