ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા BISAGના સહયોગથી ધોરણ-9 થી 12ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમો રાજ્યના તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરાયો છે. જેને BISAG મારફતે 'વંદે ગુજરાત' ચેનલ નં.9 થી 12 પર પ્રસારિત થાય છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ You Tube ચેનલ પરથી પણ અભ્યાસ કરી શકશે.
ગુજરાત શિક્ષણ બોર્ડે કર્યો મહત્વનો નિર્ણય
હવે યૂટ્યૂબ ચેનલ પર શૈક્ષણિક કાર્યક્રમ દર્શાવાશે
ઉલ્લેખનીય છે કે, બોર્ડ દ્વારા લાભાર્થીઓના ઘર સુધી આ કાર્યક્રમનો લાભ મળે તે હેતુથી બોર્ડની You Tube ચેનલ ( GSHSEB )માં ધોરણ-9 થી 12ના મુખ્ય પ્રકરણ વાર મુખ્ય વિષયોના તજજ્ઞો દ્વારા તૈયાર કરેલ વિષય વસ્તુની સમજ કેળવાય તેવા શૈક્ષણિક કાર્યક્રમો અપલોડ કરાયા છે. જે વિદ્યાર્થીઓ અને વાલીઓ નિહાળી શકે છે.
વિદ્યાર્થીઓ ઘરે બેઠાં કરી શકશે અભ્યાસ
ઉલ્ખેનીય છે કે, હાલમાં સમગ્ર દેશમાં COVID-19 ના આ સંક્રમણમાં જયારે દેશમાં લોકડાઉન છે ત્યારે વિદ્યાર્થીઓ કે જેઓ રાજ્ય સરકારના માસ પ્રોમોશનના નિર્ણય અનુસાર ધોરણ - 8ના વિદ્યાર્થીઓ ધોરણ-9માં,ધોરણ-9ના વિદ્યાર્થીઓ ધોરણ-10માં અને ધોરણ -11ના વિદ્યાર્થીઓ ધોરણ -12માં પ્રવેશ મેળવેલ છે. જેથી તેઓ નવા ધોરણનો ઘરે બેઠા અભ્યાસ કરી શકે તે માટે બોર્ડની You Tube ચેનલ ( GSHSEB )માં જઈને મુખ્ય વિષયોમાં પ્રકરણવાર એપિસોડમાં અભિવ્યક્ત કરવામાં આવેલ વિષય વસ્તુનો અભ્યાસ કરી શકશે અને વારંવાર મહાવરો કરી શકશે .