બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:14 AM, 13 September 2019
ADVERTISEMENT
જે પોષતુ તે જ મારતુ જેવો ઘાટ તો નહીં સર્જાય ને? નર્મદા ડેમમાં પાણીની સપાટી સતત વધી રહી છે. હાલ ડેમની સપાટી 137.38 છે. ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાં 9.7 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે જેથી ડેમના 23 દરવાજા ખોલી દેવા પડ્યા છે. નર્મદા ડેમ હાલ 93.20 ટકા ભરાઈ ગયો છે અને હવે થોડું પાણી તારાજી ફેલાવી શકે છે. નદીકાંઠાના ગામોમાં તારાજી ફેલાવશે, એટલે જ નદીકાંઠાના 144 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ભરૂચમાં ભયજનક સ્થિતિ હજુ યથાવત
ભરૂચમાં ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદી 30.75 ફુટે વહી રહી છે. તેની ભયજનક સપાટી 24 ફુટ છે. જેને પગલે કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ઘુસી ગયા છે અને સામાન્ય પુરની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા (National disaster Response Fund) NDRFની 3 ટીમ સ્ટેન્ડ બાય છે. જ્યારે (State Disaster Response Fund)SDRF અને સ્થાનિક પોલીસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે
નદીકાંઠાના ગામોમાં ઘર અને ખેતર રસાતાર
આસપાસના 144 ગામને એલર્ટ આપવામાં આવ્યુ છે અને નદી કિનારાના ગામડાઓના ઘરો અને ખેતરોમાં નર્મદાના પાણી ઘુસી ગયા છે. ઉભા પાક ઉપર પાણી ફરી વળ્યા છે. જેના કારણે જિલ્લામાંથી 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભરૂચના જૂના કાંસિયા નોગામ, છાપરા, જૂના ગામ, બોરભાઠા બેટ, ખાલપીયા, સક્કરપોર ભાઠા, જૂના પૂનગામ સહિત અનેક ગામડાઓમાં નર્મદાના પાણી ઘુસી ગયા છે. તો બીજી તરફ તંત્ર પણ ખડેપગે છે NDRFની 3 ટીમ સ્ટેન્ડ બાય છે. જ્યારે SDRF અને સ્થાનિક પોલીસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
ચોમાસુ વિદાયને ટાણે બમણું જોર બતાવે છે
ચોમાસાનું જતા જતા બમણા જોરથી ત્રાટકી રહ્યુ છે. ત્યારે મધ્યપ્રદેશમાં વરસી રહેલો વરસાદ પણ નર્મદામાં વહી રહેલા પાણી માટે જવાબદાર છે. મધ્યપ્રદેશમાં હાલ પુરની સ્થિતિ છે જેમાં અત્યાર સુધી 202 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશમાં હાલ 19 જિલ્લાઓને એલર્ટ આપી દેવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.