બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાબરકાંઠામાં અરેરાટી ભરી ઘટના! તબેલામાંથી ગાયનું માથું કાપીને લઈ ગયો શખ્સ
Last Updated: 12:13 AM, 23 March 2025
સાબરકાંઠાના વડાલી તાલુકાના નાદરી ગામમાં બનેલી ઘટનાથી અરેરાટી ફેલાઈ છે. એક પશુપાલકના તબેલામાં રહેલી ગાયનું કોઈ શખ્સ માથું કાપીને લઈ જતા VHP સહિત હિંદુ સંગઠનો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને ડૉગ સ્ક્વોડની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જો આરોપીઓને બને એટલા જલ્દી પકડી લેવા હિંદુ આગેવાનોએ માગ કરી છે.
ADVERTISEMENT
વડાલીમાં અરેરાટી ભરી બની ઘટના
ADVERTISEMENT
સામાન્ય રીતે રૂપિયા પૈસાથી લઈ સોના ચાંદીના ઘરેણાની ચોરી થતી હોય છે જોકે સાબરકાંઠાના વડાલીના નાદરી ગામે પશુપાલકના તબેલામાં રહેલી ગાયની નિર્મમ હત્યા કરી તેના મસ્તકની ચોરી થયાનો પ્રથમ કિસ્સો સામે આવતા સાબરકાંઠા જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વિવિધ આરોપીઓ સામે પાયાનું પગલાં ભરવાની કામગીરી હાથ ધરી રહી છે. તો બીજી તરફ નાદરી ગામના પશુપાલકના તબેલામાં રહેલી ગાયની હત્યા કરી તેનું મસ્તક અજાણ્યા વ્યક્તિઓ લઈ જતા પશુપાલક સહિત સ્થાનિક વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, IPL મેચોને લઈ પોલીસનું જાહેરનામું, નોટ કરી લો ટાઈમ
પોલીસે ફરિયાદ નોંધીને ડૉગ સ્ક્વોડની મદદથી કાર્યવાહી
હાલમાં આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે તેમજ આરોપીઓ સુધી પહોંચવા માટે ડોગ્સકોડ સહિતની ટીમો કામે લાગી છે. જોકે આગામી ટૂંક સમયમાં આ મામલે ફરાર આરોપીઓ સામે કામગીરી ન થાય તો તેના પડઘા સમગ્ર ગુજરાત દરમાં પડશે તેવી વિશ્વ હિન્દુ પરિષદે ચીમકી ઉચ્ચારી છે. એક તરફ સમગ્ર ગુજરાત ભરમાં આરોપીઓ મામલે લિસ્ટ બનાવી તેમના લાઈટ તેમજ પાણીના કનેક્શન દૂર કરવામાં આવી રહ્યા છે સાથે સાથે ગેરકાયદેસર બનાવેલા દબાણો પણ તોડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ અસમાજિક તત્વો બેફામ બની રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સંજયદ્રષ્ટિ / ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, બીજી તરફ મંત્રીઓએ ઓફિસમાં શરૂ કર્યો ઓવરટાઈમ!
Sanjay Vibhakar
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.