ગુજરાતનો 'સરબજીત': કચ્છના ઇસ્માઇલ મામદ સજા પૂર્ણ કરી છતા પાકિસ્તાન જેલમાં કેદ

By : hiren joshi 06:45 PM, 10 January 2018 | Updated : 06:45 PM, 10 January 2018
કચ્છઃ ઇસ્માઇલ અલીમામદ પાકિસ્તાનની જેલમાં કેદ છે. રાષ્ટ્રીયતાની ખરાઇ ન થતાં કચ્છના ઇસ્માઇલ અલીમામદ પાકિસ્તાનની જેલમાં બંધ છે. 5 વર્ષની સજા પૂર્ણ થયા હોવા છતાં ઇસ્માઇલ જેલમાં સબડી રહ્યો છે. ઇસ્માઇલને જેલમાંથી મુક્ત કરાવાના પ્રયાસ પરિવાર કરી રહ્યા છે. વર્ષ 2008માં ઇસ્માઇલ ગાયો ચરાવવા ગયા બાદ લાપતા બન્યા હતા. ભૂલથી બોર્ડર ક્રોસ કરી પાકિસ્તાન સીમા પહોંચી જતા પાકિસ્તાન એજન્સીઓ દ્વારા ધરપકડ કરાઇ હતી. ઇસ્માઇલ પાકિસ્તાનની હેદરાબાદ જેલમાં બંધ હોવાથી પરિવારજનોએ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી, વિદેશમંત્રીને રજૂઆત કરી છે. હાલ પરિવારજનો ઇસ્માઇલની જેલમાંથી મુક્તિની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

ગાયો ચરાવતા ભૂલથી ક્રોસ કરી બોર્ડર
કચ્છના ખાવડા વિસ્તારના નાના દિનારા માલધારી ઈસ્માઈલ અલીમામદ છેલ્લા ૧૦ વર્ષથી લાપતા છે. વર્ષ ૨૦૦૮માં ઈસ્માઈલ ગાયો ચરાવવા માટે ગયા હતા અને ત્યારબાદ લાપતા બન્યા હતા. નાના દિનારા માલધારી ઈસ્માઈલ પાકિસ્તાન જેલ બંધ હોવાની વિગતો સામે આવી છે.

ભૂલથી બોર્ડર ક્રોસ કરી પાકિસ્તાન સીમા પહોંચી જતા પાકિસ્તાન એજન્સીઓ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પરિવારજનો ઈસ્માઈલ પાકિસ્તાનમાં આવેલ હેદરાબાદ જેલમાં બંધ હોવાની માહિતી મળતા પરિવારજનો ઈસ્માઈલને છોડાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઈસ્માઈલ પાંચ વર્ષની સજા પૂરી થઇ ગઈ હોવા છતાં પણ પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યો છે.

5 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ પણ જેલમાં...
૧૦ વર્ષની પરિવાજનોની શોધખોળ બાદ આખરે ઈસ્માઈલ પાકિસ્તાની જેલમાં બધ હોવાની માહિતી મળી છે. હેદરાબાદની સેન્ટ્રલ જેલમાં બંધક બનેલા ઈસ્માઈલની સજા 2016માં પૂરી થઇ ગઇ છે. પરંતુ તેની રાષ્ટ્રીયતાની ખરાઇ નહીં થતાં હજુ સુધી તે પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાની જેલમાંથી છુટેલા ઝુરા ગામના મામદ રફીક સુલેમાનએ પરિવારજનો ઈસ્માલ પાકિસ્તાની જેલ હોવાનું જણાવતા પરિવારજનો આશાજાગી છે.

દિનારાના સામાજિક કાર્યકર અને માનવસેવા પચ્છમ વિસ્તાર વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ ફઝલ અલીમામદ સમા પાકિસ્તાન જેલમાં બધ ઈસ્માઈલ છોડાવવા માટે કાનૂની લડત શરુ કરી છે. ઇસ્માઇલના પત્ની કમાબાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ, ગૃહપ્રધાન રાજનાથસિંહ અને સાંસદ વિનોદભાઇ ચાવડાનું ધ્યાન દોરતાં પાકિસ્તાન હાઇ કમિશનર દ્વારા મુક્તિના પ્રયાસો શરૂ થયા છે.

હાલ પરિવારજનો ઈસ્માલની પાકિસ્તાન જેલ માંથી મુક્તિની રાહ જોઈ રહ્યો છે. છેલ્લા ૧૦ વર્ષથી લાપતા ઈસ્માલ જીવિત અને પાકિસ્તાનની જેલ બંધ હોવાની પરિવારજનો જાણકારી મળી છે. ઈસ્માલ વિયોગમાં પરીરવાજાનો અનેક યાતના અને મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. હાલ પરિવાજનો આશા બંધાઈ છે. ઝડપથી ઈસ્માઈલ ઘરે પરત ફરે તેવી પરિવાજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.Recent Story

Popular Story