બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં 67 ટકાથી વધુ નોંધાયો સિઝનનો સરેરાશ વરસાદ, જાણો આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે
Last Updated: 03:37 PM, 6 August 2024
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 67 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે કચ્છ ઝોનમાં સૌથી વધુ 86 ટકા વરસાદ નોંધાવા પામ્યો છે. આજે સવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આજે 12 વાગ્યા સુધી રાજ્યનાં 45 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. તાપીનાં નિઝરમાં સૌથી વધુ 17 એમએમ વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી 10 તારીખ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે.
ADVERTISEMENT
6 ઓગસ્ટ બાદ ઉત્તર ગુજરાતનાં તાલુકામાં સર્જાશે વરસાદી માહોલ
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જનાર બે સિસ્ટમ દૂર થઈ જવા પામી છે. જેથી આજથી મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી. પરંતું છૂટા છવાયો વરસાદ પડી શકે છે. તેમજ પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, 6 ઓગસ્ટનાં રોજ થરાદ, ડીસા, ધાનેરા, અંબાજી સહિતનાં પંથકમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
11 ઓગસ્ટ બાદ ફરી એક સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના
તેમજ પરેશ ગોસ્વામીએ ખેડૂતોને જણાવ્યું હતું કે, 10 ઓગસ્ટ સુધીમાં ખેડૂતો દ્વારા ખેતીને લગતું જે પણ કામ હોય જેમ કે, નિદામણ દૂર કરવું, દવાનો છંટકાવ કરવો જેવા કામ કરી લેવા. તા. 11 ઓગસ્ટ બાદ ફરી એક સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના છે.
વધુ વાંચોઃ મોરબીમાં વેપારી યુવાનનો પત્ની અને દીકરા સાથે સામૂહિક આપઘાત
સીઝનનો કુલ 67 ટકાથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં હાલ સીઝનનો કુલ 67 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ઝોનમાં 81 ટકાથી વધુ તો સૌરાષ્ટ્ર ઝોનમાં 77 ટકાથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે. ઉત્તર ગુજરાતમાં 50 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 84 ટકા સીઝનનો કુલ વરસાદ નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.