બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાતી સાહિત્યના મેધાવી સર્જક રજનીકુમાર પંડ્યાનું નિધન, 86 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Last Updated: 11:40 PM, 15 March 2025
ગુજરાતી નવલકથાકાર, પત્રકાર, વાર્તાકાર તેમજ સાહિત્યના મેઘાવી સર્જક રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. જેમને સાહિત્ય સર્જન માટે અનેક પુરસ્કારો મળ્યા હતા સાથો સાથ ગુજરાત સરકારનો પત્રકારિત્વ માટેનો એવોર્ડ, ધૂમકેતુ એવોર્ડ, સરોજ પાઠક એવોર્ડ અને કુમાર સુવર્ણચંદ્રક પણ પાપ્ત થયેલા છે. પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્ણ કર્યા પછી તેમણે સરકારી ઑડિટર અને બેંક મેનેજર તરીકેની પણ સેવા આપી હતી
ADVERTISEMENT
બાળપણ બીલખા ગામમાં વીત્યું હતુ
ADVERTISEMENT
રજનીકુમાર પંડ્યાનું બાળપણ જેતપુરના બીલખા ગામમાં વીત્યું હતુ જ્યારે તેમનાં પિતાએ રજવાડી સ્ટેટમાં કાર્યભાર સંભાળ્યો હતો. 1977માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ખલેલ’ પ્રકાશિત થયો હતો ત્યારબાદ 1980 પછી તેમણે કટારલેખન શરૂ કર્યું અને ધીરે ધીરે તેમાં ઉંડો રસ દાખવ્યો હતો. જેમાં ‘ઝબકાર’, ‘મનબિલોરી’ અને ‘ગુલમહોર’ જેવા પ્રસિદ્ધ સંગ્રહો ગુજરાતી ભાષાને આપ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં વસ્ત્રાલ પછી વાસણામાં લુખ્ખાઓને આતંક! છરી બતાવી લોકોને ડરાવ્યા, જુઓ વીડિયો
તેમના પુસ્તકો અનેક ભાષાઓમાં અનુવાદ થયેલા
રજનીકુમારના સાહિત્યિક કૃતિઓનો હિન્દી, મરાઠી, તમિળ અને જર્મન જેવી અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતને એક મોટી ખોટ પડી છે જે ક્યારેય પુરી નહીં થાય. સવિતા વાર્તાસ્પર્ધામાં બે વાર તેમને સુવર્ણચંદ્રકો પણ એનાયત થયેલા છે. 2003ના વર્ષનો કુમાર સુવર્ણચંદ્રક એમને પ્રદાન થયો હતો. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પાંચ એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઍવૉર્ડ, પત્રકારિત્વમાં ગુજરાત સરકારનો ઉત્તમ ઍવૉર્ડ, હરિ ઓમ આશ્રમ ઍવૉર્ડ, કલકતાનાં સ્ટેટ્સમેન અખબારનો રાષ્ટ્રીય કક્ષાનો ઍવૉર્ડ, દૈનિક અખબાર સંઘ ઍવૉર્ડ પ્રાપ્ત થયેલો છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સંજયદ્રષ્ટિ / ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, બીજી તરફ મંત્રીઓએ ઓફિસમાં શરૂ કર્યો ઓવરટાઈમ!
Sanjay Vibhakar
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.