બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / VIDEO : નબીરાઓએ કર્યા જોખમી સ્ટંટ, અન્ય લોકોના જીવ મૂક્યા જોખમમાં
Last Updated: 09:38 AM, 24 April 2025
Rajkot Bike Stunt Video : રાજ્યમાં ફરી એકવાર સ્ટંટબાજોનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટમાં સ્ટંટબાજોએ જીવલેણ સ્ટંટ કરી પોતાનો જીવ તો જોખમમાં મૂક્યો પણ અન્યના પણ જીવ જોખમાય તેવું કૃત્ય કરી રહ્યા છે. વિગતો મુજબ રાજકોટની સોખડા-બેડી ચોકડી વચ્ચે નબીરાઓને જીવલેણ સ્ટંટનો શોખ ઉપડ્યો હતો. રાત્રિના સમયે રોડ ઉપડ જીવલેણ સ્ટંટને કારણે અન્ય વાહનચાલકોના પણ જીવ જોખમમાં મુકાયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
રાજકોટમાં ફરી એકવાર જીવલેણ સ્ટંટ કરતાં ઇસમોનો ત્રાસ સામે આવ્યો છે. મહત્વનું છે કે, રાજ્યમાં આવ્યા સ્ટંટબાજોનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી પણ કરે છે, જોકે આ પ્રકારની માનસિકતા ધરાવતા ઇસમોમાં કોઇ જ ફેરફાર જોવા મળતો નથી. આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે. રાજકોટમાં પોલીસની કાર્યવાહી વચ્ચે સ્ટંટબાજો બેફામ બન્યા હોય તેમ સોખડા-બેડી ચોકડી વચ્ચે નબીરાઓએ જોખમી સ્ટંટ કર્યો હતો.
રાજકોટમાં બાઈકની સીટ પર ઉંઘીને નબીરાઓએ કર્યા સ્ટંટ, વીડિયો વાયરલ#rajkot #rajkotpolice #bikestunt #roadstunt #viralvideo #vtvdigital pic.twitter.com/BXg5zPKqHd
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 24, 2025
ADVERTISEMENT
વધુ વાંચો : કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓને પરત લવાશે, સરકારે મંગાવી યાદી
આ ઇસમોએ રોડ ઉપર બાઈકની સીટ પર ઉંઘીને નબીરાઓએ સ્ટંટ કર્યો હતો. આ સ્ટંટને કારણે ઇસમોને પોતાના જીવની તો નહિ જ પડી હોય પણ અન્ય વાહનચાલકોના જીવને પણ સ્ટંટબાજોએ જોખમમાં મૂક્યા છે. આ તરફ હવે રાજકોટના આ નબીરાઓના સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હવે કદાચ આ નબીરાઓને પકડી પોલીસ માફી પણ મંગાવી દેશે. જોકે હવે લોકોનું માનવું છે કે, આવા સ્ટંટબાજો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.