બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ગોંડલના રાજકુમાર જાટના મોતનો મામલો, મૃતકના પિતા અને રાજકોટ SP વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ

ગોંડલ / ગોંડલના રાજકુમાર જાટના મોતનો મામલો, મૃતકના પિતા અને રાજકોટ SP વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ

Last Updated: 08:19 AM, 15 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકુમાર જાટના મોતને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મૃતકના પિતા અને રાજકોટ SP વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયોમાં તેઓ મારામારીની ઘટનાને લઇ વાત કરી રહ્યા છે.

ગોંડલના રાજકુમાર જાટ નામના યુવાનના શંકાસ્પદ મોતના કેસમાં મૃતક યુવાનના પિતા અને રાજકોટ SP વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં રાજકોટ SP હિમકર સિંહ અને પિતા રતનલાલ જાટ વચ્ચે વાતચીત થઇ હતી. જેમાં મૃતદેહ ગોંડલ પોલીસે મળ્યો નહોતો તે અગાઉની વાતચીતનો ઓડિયો વાઇરલ થવા પામ્યો છે. તેઓ રાજકુમારના પિતા મૃતક સાથે મારામારી ઘટનાની વાત કરી રહ્યા હતા. જેમાં મૃતક યુવાનના મોત પહેલા તેની સાથે જે ઘટના બની તેની SPને જાણ કરી હતી. ઓડિયામાં ગણેશ ગોંડલ અને તેના માણસોએ માર માર્યાનું એસપીને જણાવ્યું હતું. જો કે SPએ મૃતક યુવાનની માનસિક સ્થિતિ યોગ્ય ન હોવાનું પિતાને કહ્યું હતું, ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને ગોંડલ પોલીસની કામગીરી શંકાના ધેરામાં છે. ત્યારે શંકાસ્પદ કેસ મામલે વધુ એક ઓડિયો વાયરલ થયો હતો.

એસોજીએ બસ ડ્રાઈવરને પણ પકડી પાડ્યો

રાજકોટમાં ગોંડલનાં યુવાનનાં મોત મામલે પોલીસે અકસ્માત કરનાર બસને કબ્જે કરી છે. એસઓજી પોલીસે બસ ડ્રાઈવરને પકડી પાડ્યો છે. જૂનાગઢથી અમદાવાદ જતી બસનો અકસ્માત થયાનો પોલીસ દાવો કરી રહી છે. મહાસાગર ટ્રાવેલ્સની બસને કબ્જે કરવામાં આવી છે. રાજકોટ પોલીસે બસ નંબર GJ 14 Z 3131 ને કબ્જે કરી છે. હજુ સુધી ઘટના સ્થળના તમામ સીસીટીવી જાહેર કરાયા નથી. યુવક જ્યારે ઘરેથી ગુમ થયો તેના આગલા દિવસે શું બન્યું હતું. તે હજુ સ્પષ્ટ રીતે સામે આવ્યું નથી.

યુવકના પિતાના આક્ષેપો

જો કે આશ્રમથી 500 મીટર દૂર યુવકનો અકસ્માત થયો હતો. જેમાં યુવકનું મોત થયું છે. પરિવારજનો દ્વારા મૃતદેહની ઓળખ પણ થઇ ચૂકી છે. જો કે પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂરી થયા પછી મૃતહદેહ પરિવારને સોંપવાની વાત કરાઇ રહી છે. જો કે સમગ્ર કેસમાં યુવકના પિતા હત્યાનો આરોપ લગાવી રહ્યા છે. રતનલાલ જાટે પોતાના દીકરાનો મૃતદેહ ઓળખી લીધો છે. જો કે યુવકના શરીર પર અકસ્માતના કોઇ નિશાન ન હોવાના આરોપ લગાવી રહ્યા છે. યુવકના પિતા ગણેશ જાડેજા અને તેના સાથીઓએ હત્યા કરી હોવાની વાત પર અડગ છે અને પોતાના દીકરાની હત્યા બદલ ન્યાયની માગણી કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં શુ ખુલાસો થયો?

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ''તરઘડીયા ગામ પાસે ઓવર બ્રિજ આવેલા છે જેની નજીકમાં આ યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો ત્યાંથી પસાર થતી 108 જોઈને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન યુવકનું મોત થઈ ગયુ હતું. ત્યારે યુવકની ઓળખ થયેલી ન હતી જેના પગલે ઓળખ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, ગોંડલ શહેરમાં એક યુવક ગુમ થયેલો છે જેના પગલે તેના સગા વ્હાલાને બોલાવીને ઓળખ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું કે, આ યુવકનું નામ રાજકુમાર જાટ છે. ત્યારબાદ તેમના બનેવી અર્જુન જાટ દ્વારા ફરિયાદ લીધેલી છે અને તપાસ પણ ચાલું છે. વધુમાં કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું હતું કે, જ્યાંથી ઈજાગ્રસ્ત યુવક મળી આવ્યો હતો તેની પાસે જ આશ્રમમાં આવેલો અને 4 વાગ્યે મોડી રાત્રે તે આશ્રમમાંથી બહાર નીકળો જણાય છે અને ત્યારબાદ અકસ્માતથી ઈજાગ્રસ્ત થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું છે'.

આ પણ વાંચોઃ બેફામ કારચાલકે બાઈક અને એક્ટિવાને લીધું અડફેટે, મહિલાનું મોત, કાળજુ કંપાવી દેતા CCTV

જાણો સમગ્ર કેસ

જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યો હતો. ગણેશ જાડેજાના માણસોએ એક યુવક અને પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાની ઘટના બાદ યુવક ગુમ થયો હતો અને 7 દિવસ બાદ પણ રાજકુમાર જાટનો કોઈ પતો લાગ્યો ન હતો. રાજકુમાર જાટ UPSC પરીક્ષાની તૈયારી કરતો હતો. યુવકના પિતાએ ગોંડલ પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરી હતી. પૂર્વ ધારાસભ્યના કેટલાક માણસોએ બોલાવીને માર માર્યાનો પિતાનો આક્ષેપ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gondal youth missing case Rajkumar Jat ACP Rajesh Baria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ