બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'ગોંડલના ગુંડા,ગાંડા અને ગાંઠિયા ખૂબ વખણાય છે', પાટીદાર આગેવાન રમેશ પટેલે મીચી મુઠ્ઠી
Last Updated: 05:28 PM, 21 March 2025
ગોંડલમાં સગીરને માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઘટનાને લઇને પાટીદાર સમાજમાં રોષ ભભૂકયો છે. પાટીદાર આગેવાન રમેશ પટેલે કહ્યું કે, ''ગોંડલના ગુંડા,ગાંડા અને ગાંઠિયા ખૂબ વખણાય છે. દરેક વ્યક્તિને ખબર છે ગોંડલમાં ગુંડારાજ છે''
ADVERTISEMENT
''કેટલાય આગેવાનો રાજકીય પક્ષો સાથે જોડાઈને હવે અલગ બેસી ગયા''
પાટીદાર આગેવાન રમેશ પટેલે સમાજના આગેવાનો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ''આગેવાનોની બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધીઓ કંઈ ન બોલ્યા. કેટલાક આગેવાનો સમાજને ગુમરાહ કરી પોતાના રાજકીય રોટલા શેકે છે અને રાજકીય પક્ષો સાથે જોડાયા પછી આગેવાનો સમાજને ભૂલી જાય છે તો કેટલાય આગેવાનો રાજકીય પક્ષો સાથે જોડાઈને હવે અલગ બેસી ગયા છે''
ADVERTISEMENT
આ પણ વાંચો: અમદાવાદમાં 13 વર્ષની સગીરાએ તો વલસાડમાં ST ચાલકે 2 લોકોને હંફાવ્યા, એકનું મોત, જુઓ CCTV
ધર્મેશ બુટાણીએ ઠાલવ્યો રોષ
પાટીદાર આગેવાન ધર્મેશ બુટાણીએ સમાજના 5 આગેવાનો જરૂરીયાતમાં સમાજ સાથે ન ઉભા રહેતા હોવાની વાત કરી છે. તો આ આગેવાનો સમાજને ભયભીત કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ધર્મેશ બુટાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી આગેવાનોને પડકાર ફેંક્યો છે..વિઠ્ઠલ રાદડિયા હતા સિંહ હોવાની વાત કરી. તો ગોંડલ તાલુકામાં પાટીદારોની વસ્તી વધુ છતાં ટિકિટ ન મળતી હોવાનો રોષ ઠાલવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.