બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Rajkot Gondal Corona Patient Deepak Viradiya Last Video LIve
Shyam
Last Updated: 07:47 PM, 23 May 2021
ADVERTISEMENT
કોરોનાની સારવાર લેતા ગોંડલના યુવાનનું ગણતરીના કલાકોમાં મૃત્યુ થયું છે. અમદાવાદ હોસ્પિટલમાં 17 દિવસથી યુવાનની બાઈપેપથી સારવાર થતી હતી. સોશિયલ મીડિયામાં લાઇવ થયાના ગણતરીની કલાકોમાં જ આ યુવાને દુનિયા છોડી દીધી હતી. રેસ્ટોરન્ટ ધરાવતા 40 વર્ષના દીપકભાઈ કાનજીભાઈ વિરડીયાએ મિત્રોને બાઈ બાઈ કહી ગણતરીની કલાકોમાં જ તેઓએ અનંતની વાટ પકડી હતી. તેમની પાછળ તેમની પત્ની અને પુત્ર નોંધારા થયા છે. આ ઘટના બાદ તેમના મિત્રો અને પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.
ADVERTISEMENT
શું દિપકભાઈને અંદાજો આવી ગયો હતો કે, તેમની ફરી મુલાકાત થશે નહીં
અમદાવાદમાં કોરોનાની સારવાર લઈ રહેલા ગોંડલના યુવક દિપકભાઈનો વીડિયો તમારી આંખમાં આંસૂ લાવી દેશે. બાયપેપ પર સારવાર લઈ રહેલા યુવકને પોતાના મિત્રોની યાદ આવી અને સોશિયલ મીડિયામાં લાઈવ થયા. આટલું જ નહીં તેમણે લાઈવ થયાની સાથે તમામ સ્વજનોને હાથથી બાય-બાય કરી દીધું હતું. અને વીડિયો લાઈવ થયાની ગણતરીની કલાકોમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. કદાચ તેને પોતાની જિંદગીના છેલ્લા શ્વાસનો અંદાજો આવી ગયો હતો. આ વીડિયો જોઈને ભલભલાની આંખમાં આંસૂ આવી જાય તેવો છે. એક યુવાન આ રીતે સોશિયલ મીડિયામાં લાઈવ થશે અને પછી તેના મોતની ખબર સાંભળવી પડશે. આ તો કેવી કરૂણતા છે.
મિત્રએ કહ્યું કે, રવિવારે આવીને તેડી જઈશ
દીપક વિરડિયા રાજકોટ જિલ્લાના ગોંડલના રહેવાસી હતા. અને ગોંડલમાં જ તેઓ એક રેસ્ટોરન્ટ ચલાવતા હતા. પરંતુ થોડા સમય અગાઉ જ દીપક વિરડીયા અમદાવાદમાં રહેતા હતા. અને અમદાવાદમાં જ કોરોનાનો ભોગ બન્યા હતા. તેમની અમદાવાદમાં સારવાર પણ ચાલી રહી હતી. એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 17 દિવસથી સારવાર પણ ચાલી રહી હતી. બાયપેપ પર તેમને રાખવામાં આવ્યા હતા. મોતના 2 દિવસ અગાઉ તેમણે પોતાના મિત્રોને ફોન કરીને યાદગીરી પણ કરી હતી. દીપકભાઈએ કહ્યું કે, મિત્રોની બહુ યાદ આવી રહી છે. જેના જવાબમાં તેના એક મિત્રએ કહ્યું કે, રવિવારે આવીને તેડી જઈશ. ચિંતા ન કરતા અને એક મિત્ર બીજા મિત્રને લેવા આવે તે પહેલા જ તેમણે ઈશ્વરના ઘરે જવાનું પસંદ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સળગતી ટ્રકનો હાહાકાર / VIDEO : ગોંડલમાં લાઈટનો વાયર અડી જતાં મરચાં ભરેલી ટ્રક સળગી, હાઈવે પર 10 કિમી દોડતી રહી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.