બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં એક કાર ચાલકે સરેઆમ મહિલાને ફૂટબોલની જેમ હવામાં ફંગોળી, CCTVમાં જુઓ ડરામણા દ્રશ્યો
Last Updated: 03:12 PM, 19 March 2025
ગુજરાતમાં વાહનચાલકોની બેદરકારીના કારણે ઘણીવારી લોકોને હાલાકી વેઠવાની વારી આવતી હોય છે. ત્યારે તાજેતરમાં અમદાવાદ અને વડોદરામાં એવા કિસ્સા સર્જાયા હતા. જેમાં વાહનચાલકોની બેદરકારીના કારણે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. રાજકોટમાં પણ વારંવાર આવી ઘટનાઓ સર્જાતી રહે છે. પરંતુ પોલીસતંત્રની નિષ્ક્રિયતા કે આવા લુખ્ખાતત્વોની બેદરકારીના કારણે સ્થાનિકોને પરેશાન થવું પડી રહ્યું છે.
ADVERTISEMENT
જેમાં રાજકોટના મવડીના 40 ફૂટ રોડ પર કારચાલકે મહિલાને ટક્કર મારી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં રસ્તા પર જતી મહિલાને કારચાલકે પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં મહિલાને ઈરાદાપૂર્વક ટક્કર મારી કે અકસ્માત હતો તે તપાસનો વિષય બન્યો છે. જોકે ડરના માર્યા મહિલાના પરિવારે પોલીસ ફરિયાદ કરી ન હતી. આ ઉપરાંત કારની ટક્કરના સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં આ ઘટના 9 માર્ચે ઘટી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અસામાજિક તત્વો સામે આજથી જ એક્શન લેવાશે, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા મોટા આદેશ
વડોદરાની ઘટનામાં એકનું મોત
વડોદરા હીટ એન્ડ રનની ઘટનામાં નશામાં ચકચૂર યુવકે એક મહિલાનો જીવ લેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્યારે હોળી-ધૂળેટીનો તહેવાર હોઈ લોકો તહેવાર મનાવવા પોતાનાં સગાસબંધીને ત્યાં જતા હોય છે. ગાંધીનગરથી એક દંપતિ તહેવાર નિમિત્તે પોતાનાં સગા સબધીને ત્યાં કાર લઈ જઈ રહ્યા હતા. તે દરમ્યાન દહેગામ પાસે આવેલ ઉમિયા મંદિર પાસે કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સંજયદ્રષ્ટિ / ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, બીજી તરફ મંત્રીઓએ ઓફિસમાં શરૂ કર્યો ઓવરટાઈમ!
Sanjay Vibhakar
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.