બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:32 PM, 5 July 2025
વડોદરામાં એક કલાક વરસાદ થતાં અલકાપુરી ગરનાળામાં એટલું પાણી ભરાઇ ગયું હતું કે વાહન ચાલકોને ગરનાળાની એક તરફથી બીજી તરફ જવામાં નાકે દમ આવી ગયો હતો.. ગરનાળાની બંન્ને સાઈડ પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીમાંથી પસાર થઈ રહેલા અનેક વાહનો બંધ પડી ગયા હતા. પાણીની અંદર જ વાહન બંધ પડી જતા વાહન ચાલકો ભરાયેલા પાણીમાં વાહન ખેંચીને દોરી જવા માટે મજબૂર બન્યા હતા.. વાહન ચાલકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે દરવર્ષે થોડા વરસાદમાં પણ ગરનાળામાંથી વાહન લઇને પસાર થવું મુશ્કેલ બની જાય છે આમ છતા તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઇ નિરાકરણ લાવવામાં આવતું નથી
ADVERTISEMENT
વડોદરામાં અન્ય એક ગરનાળામાં તો ગંદુ પાણી ફરીવળતા ગરનાળું બંધ કરવાની ફરજ પડી હતી. ગંદા પાણીને પગલે અકોટા ગરનાળું બંધ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
વડોદરામાં અકોટા ગટરના ગંદા પાણી ગરનાળામાં ફરી વળ્યા, વ્યવહાર ખોરવાયો#vadodara #vadodaranews #Rain #rainupdate #Gujaratrain #Gujarat #Gujaratinews #VTVDigital pic.twitter.com/R5927yYY0c
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 5, 2025
આ પણ વાંચોઃ આજે સવારથી રાજ્યના 100 તાલુકાઓમાં મેઘાની મહેર, દ્વારકામાં પોણા પાંચ ઇંચ વરસાદ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.