બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Video: નદીઓમાં ઘોડાપૂર, રસ્તાઓ ડાયવર્ટ, મકાન ધરાશાયી, ધમાકેદાર બેટિંગથી ભાવનગરમાં જળબંબાકારની સ્થિતિ

જળબંબાકાર / Video: નદીઓમાં ઘોડાપૂર, રસ્તાઓ ડાયવર્ટ, મકાન ધરાશાયી, ધમાકેદાર બેટિંગથી ભાવનગરમાં જળબંબાકારની સ્થિતિ

Last Updated: 09:26 AM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઢડામાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે..બીજા નંબરે સૌથી વધુ વરસાદ ભાવનગરના સિંહોરમાં ખાબક્યો. સિંહોરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે.. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં નોંધાયો, ગઢડામાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે.. બીજા નંબરે સૌથી વધુ વરસાદ ભાવનગરના સિંહોરમાં ખાબક્યો. સિંહોરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો. તો પાલિતાણામાં સાડા અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો છે.

બોટાદના ગઢડામાં 13 ઈંચ વરસાદ વરસતા ઘેલો નદી બે કાંઠે વહેતી થઇ, નદીમાં ભરપૂર પાણીને પગલે રમણીય દ્રશ્યો સર્જાયા હતા.

ભાવનગરના ગામડાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને પગલે રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા હતા

અનરાધાર વરસાદ વરસતા બગદાણાના બાપા સીતારામ ધામના રસોઇ ઘરમાં પાણી ફરી વળ્યાં હતા

ધોધમાર વરસાદ વરસતા બોટાદની સોસાયટીઓમાં ઘુંટણ સમાણા પાણી ભરાયા હતા. અનેક સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા

ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામમાં ભારે વરસાદને પગલે અનેક લોકો પાણી વચ્ચે ફસાયા હતા.. તંત્ર દ્વારા 40 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.

આ પણ વાંચોઃ એન્ટ્રી સાથે જ મેઘરાજાએ બોલાવ્યો સપાટો, પાલિતાણામાં 11 ઇંચ વરસાદથી પુરની સ્થિતિ, 40 લોકોનું કરાયું રેસ્કયુ

વલ્લભીપુર પંથકમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.. અમદાવાદ-ભાવનગર હાઇવે પર કાળુભાર નદીનું પાણી ફરી વળ્યુ છે..જેને પગલે તંત્ર દ્વારા અમદાવાદ-ભાવનગર હાઇવે બંધ કરાયો છે ચમારડી પાસે નદી બે કાંઠે વહેતા 5 ફૂટ પાણી રોડ પર ફરી વળ્યા હતા.અમદાવાદથી આવતા વાહન ચાલકોને ઉમરાળા-રંઘોળા રસ્તે ડાઇવર્ટ કરાયા છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરને કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જિલ્લા અધિકારીઓને સૂચના આપી છે. તેમણે લખ્યું છે કે, "સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટરોને નાગરિકોના જાનમાલની સુરક્ષા માટે પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Botad Rain Bhavnagar Rain Gujarat Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ