બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજનું નોરતું બગડયું! 45 તાલુકાઓમાં વરસાદે ઠોક્યો તાલ, જુઓ ક્યાં કેટલો
Last Updated: 07:13 PM, 10 October 2024
રાજ્યના વિવિધ વિસ્તારોમાં નવરાત્રીના સમયમાં વરસાદ વિઘ્ન બન્યો છે. આજે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારીના ગણદેવીમાં 1.7 ઈંચ તેમજ ગીરસોમનાથના સુત્રાપાડામાં 1.25 ઈંચ વરસાદ વરસ્યો છે.
ADVERTISEMENT
મહુવામાં 1.10 ઈંચ વરસાદ નોંધાયો
ADVERTISEMENT
અત્રે જણાવીએ કે, ભાવનગરના મહુવામાં 1.10 ઈંચ જ્યારે નવસારીના ચીખલી અને ખેરગામમાં 1 ઈંચ તેમજ સુરતના મહુવા અને પલસાણામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
સુરતમાં વાતાવરણમાં પલટો
સુરતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મજૂરા ગેટ, અડાજણ, પાલ, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે. મોડી સાંજે વરસાદ શરૂ થતા નવરાત્રી આયોજકો ચિંતામાં મુકાયા છે.
નવસારી જિલ્લામાં આઠમે નોરતે વરસાદ
નવસારી જિલ્લામાં આઠમે નોરતે વરસાદ વિધ્ન બન્યો છે. જિલ્લાના અનેક વિસ્તારો વરસાદ ખાબક્યો છે, ગણદેવી, બીલીમોરા તેમજ ચીખલી તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારની આ યોજના આદિવાસી સમુદાય માટે ટર્નિંગ પોઇન્ટ, 10 મુદ્દાઓથી મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી
વલસાડમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ
વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ ધરમપુર અને કપરાડા સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. નવરાત્રીમાં વરસાદી માહોલથી ખેલૈયા અને ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT