બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યના 222 તાલુકામાં મેઘ મહેર, બોરસદમાં સૌથી વધુ 14 ઈંચ, જુઓ તમારા વિસ્તારમાં કેટલો
Last Updated: 09:49 PM, 24 July 2024
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં વરસાદે તોફાની બેટીંગ કરી છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 222 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નર્મદાના તિલકવાડામાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
પાદરામાં 8-8 ઈંચ વરસાદ
ADVERTISEMENT
વડોદરા તાલુકા અને પાદરામાં 8-8 ઈંચ વરસાદ વરસ્યો છે. ભરૂચ તાલુકામાં 7.40 ઈંચ તો છોટાઉદેપુરના નસવાડીમાં 6 ઈંચ ખાબક્યો છે. નાંદોદમાં 5.80 ઈંચ તો ઝઘડીયા અને શિનોરમાં 5.40 ઈંચ જ્યારે ભરૂચના અંકલેશ્વરમાં 5.30 ઈંચ તો હાંસોટમાં 5.20 ઈંચ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છ બાદ હવે મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, બોરસદમાં 12 ઈંચ વરસાદથી તારાજી
સંખેડા અને મહુવામાં 4.5 ઈંચ વરસાદ
છોટાઉદેપુરના સંખેડામાં 4.5 ઈંચ, સુરતના મહુવામાં 4.5 ઈંચ, ભરૂચના વાગરામાં 4.5, ડભોઈમાં 4.20 ઈંચ તેમજ સુરતના માંગરોળમાં 4.20 ઈંચ તેમજ કરજણમાં 4.20 ઈંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલના હાલોલમાં 4.10 ઈંચ, ખંભાત અને પલસાણામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. આણંદના આંકલાવમાં 3.80 ઈંચ તેમજ આણંદના તારાપુરમાં 3.70 ઈંચ વરસાદ વરસ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.