બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Video: SG હાઇવે પર નદી જેવાં દ્રશ્યો સર્જાયા તો, ડાંગમાં સૌંદર્ય ખીલી ઉઠ્યું, જુઓ મેઘરાજાની જમાવટ

મુશ્કેલીઓનો વરસાદ / Video: SG હાઇવે પર નદી જેવાં દ્રશ્યો સર્જાયા તો, ડાંગમાં સૌંદર્ય ખીલી ઉઠ્યું, જુઓ મેઘરાજાની જમાવટ

Last Updated: 12:14 PM, 19 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ભારે વરસાદ કેટલીક મુશ્કેલીઓ પણ લઇને આવ્યો .. રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યમાં ભારે વરસાદ એક તરફ મુશ્કેલીઓ લઇને આવ્યો ..તો બીજી તરફ પ્રાકૃતિક સુંદરતાના અદભૂત દ્રશ્યો પણ લઇને આવ્યો. રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. ગાંધીનગરના મહાત્મા મંદિર અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંડરપાસ ક્રોસ કરવા જતા અનેક વાહનો પાણીમાં ફસાઇ ગયા હતા.

અમદાવાદના સરસપુર વિસ્તારમાં પણ રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા, અનેક વાહનો પાણીમાં ફસાઇને બંધ પડી ગયા હતા.

અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત જવા દો પશ્ચિમ વિસ્તાર પણ પાણી-પાણી થઇ ગયો હતો એસજી હાઇવે પણ કેટલીક જગ્યાએ નદીમાં ફેરવાઇ ગયો હોય તેવી સ્થિતિ હતી.

ભારે વરસાદને પગલે અરવલ્લી જળબંબાકાર થઇ ગયુ છે.. અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા છે

ભાવનગર જિલ્લાના સનેશ ગામમાં વરસાદી પાણી ભરાતા ધારાસભ્ય જીતુ વાઘાણી સક્રિય થયા હતા અને ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યુ હતું

ડાંગમાં ભારે વરસાદથી અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. સારા વરસાદને પગલે અહીંના ગીરા-ધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે.

પોરબંદરની વાત કરીએ તો અહીં ભારે પવનને પગલે દરિયો તોફાની બન્યો હતો,અને દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Heavy Rain,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ