ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે અરવલ્લીના ભિલોડામાં 6.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે તાપીના વ્યારામાં 5.55 ઈંચ વરસાદ નોંધાયો છે.
Share
1/6
1. મેઘ મહેર
રા્જયમાં મેઘ મહેર યથાવત છે.. ક્યાંક ધીમી ધારે ક્યાંક ઝાપટા સ્વરૂપે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે, જુન મહિનાના અંતથી શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ જુલાઇનું પહેલું સપ્તાહ પુરુ થવા આવ્યું હોવા છતા યથાવત છે.
આ તસવીર શેર કરો
2/6
2. અમદાવાદ
અમદાવાદમાં બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સેટેલાઈ, ઈસ્કોન, બોડકદેવ, વસ્ત્રાપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઈનકમ ટેક્ષ ચાર રસ્તા , વાડજ , નારણપુરા , શાહપુર , કાલુપુર , નરોડા નારોલમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું.
આ તસવીર શેર કરો
3/6
3. અમરેલી
અમરેલીના બાબરામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ચમારડી, વલારડી, ખંભાળા ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો. સાથે જ કરીયાણા, વાવડી સહિતના ગામડાંઓમાં વરસાદ જામ્યો હતો. ભારે વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા હતા.
આ તસવીર શેર કરો
4/6
4. ભાવનગર
ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.. ભીડભંજન ચોક,જશોનાથ સર્કલ વિસ્તા પાણી-પાણી થઇ ગયો હતો.
આ તસવીર શેર કરો
5/6
5. તાપી
તાપીમાં સારા વરસાદને પગલે મીંઢોળા નદીમાં ઘોડાપુર આવતા નદી બે કાંઠે થઇ ગઇ છે.. નદીઓમાં પાણીની ભારે આવક થતા 61 માર્ગ બંધ હાલતમાં છે. મીંઢોળા નદી બે કાંઠે વહેતા કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે માર્ગો બંધ થતા વાહનચાલકોની સમસ્યામાં વધારો થયો છે.
આ તસવીર શેર કરો
6/6
6. મહેસાણા
મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે.. અહીં ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Water Logging
Gujarat Rain
Heavy Rain
VTV Gujarati
WhatsApp Channel Invite
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.