બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 100થી વધુ વૃક્ષો ધરાશાયી, 3નાં મોત, 6 ઘાયલ, અનેક વાહનો દટાયા, મીની વાવાઝોડું આ શહેરમાં લાવ્યું 'તબાહી'

આફતનું વાવાઝોડું / 100થી વધુ વૃક્ષો ધરાશાયી, 3નાં મોત, 6 ઘાયલ, અનેક વાહનો દટાયા, મીની વાવાઝોડું આ શહેરમાં લાવ્યું 'તબાહી'

Last Updated: 12:22 PM, 6 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરના અનેક વિસ્તારોમાં 100 થી વધુ વૃક્ષો ધરાશાયી થતા 45 વાહનો દબાયા હતા અને ઝાડ નીચે દબાતા 7 લોકોને ફાયર કર્મીઓએ રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા

ભારે પવનના કારણે વડોદરા શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.. શહેરમાં 100થી વધુ જગ્યાએ વૃક્ષો પડી ગયા છે. અનેક જગ્યાએ વાહનો પર તોતીંગ વૃક્ષો પડ્યા છે.. ગઇકાલ રાતથી જ મહાનગરપાલિકાની ટીમ વૃક્ષો હટાવની કામગીરીમાં લાગેલી છે.. મહત્વનું છે કે વાવાઝોડાથી જે 14 લોકોના રાજ્યમાં મોત થયા છે તેમાં સૌથી વધુ 3 મોત વડોદરામાં થયા છે..

શહેરના અનેક વિસ્તારોમાં 100 થી વધુ વૃક્ષો ધરાશાયી થતા 45 વાહનો દબાયા હતા અને ઝાડ નીચે દબાતા 7 લોકોને ફાયર કર્મીઓએ રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સાથે ઠેરઠેર ટ્રાફિક જામ સર્જાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. બીજી તરફ વડોદરાથી અમદાવાદ તરફ જતા હાઇવે પર ત્રણ કીમી સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો.

રાજ્યમાં માવઠાને કારણે ભારે નુકસાની સર્જાઇ છે..ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે તો ક્યાંક વીજથાંભલા.. તો ક્યાંક કાચા મકાનોના નળીયા તૂટ્યા છે.. ખેતીમાં પણ ભારે નુકસાની સર્જાઇ છે.

Vtv App Promotion

પાટણમાં પણ ભારે પવન સાથે ખાબકેલા વરસાદને કારણે ભારે નુકસાન થયું છે.. અનેક કાચા ઘરોના નળીયા તૂટી પડ્યા હતા.

ગઇકાલે ગીર-સોમનાથના સૂત્રાપાડામાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના પ્રાચી, ટીંબડી, ખાંભા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ ઉભી થઇ છે.

આ પણ વાંચોઃ હળવદમાં લગ્નનો મંડપ ઉડ્યો, તો માંગરોળમાં વાહનોને નુકસાન, આંધી સાથે માવઠાએ મચાવ્યો તાંડવ

હળવદમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.. વરસાદ પહેલા જબરજસ્ત પવન આવતા લગ્નનો મંડપ વિખેરાઇ ગયો હતો. પવન એટલો જબરજસ્ત હતો કે મંડપ તૂટતો બચાવવા માટે તેને પકડી રાખવો પડ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rescue Vadodra Trees Fallen Traffic Jam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ