બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat rain news 112 talukas of the state received rain in the last 24 hours

આવ્યો મેહુલિયો / છેલ્લા 24 કલાકમાં 112 તાલુકાઓ પર મેઘરાજા મહેરબાન, સૌથી વધુ વરસાદ વાંસદામાં ખાબક્યો

Dinesh

Last Updated: 10:14 AM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat rain news : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, વસારીના વાંસદા તાલુકામા 4 ઈંચ જ્યારે વલસાડના પારડી અને ધરમપુર તાલુકામાં 3.5-3.5 ઈંચ વરસાદ નોંધાયો

  • રાજ્યમાં અનેક ઠેકાણે વરસાદ થતા રાહત
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ 
  • મગફળી સહિતના પાકને થશે ફાયદો


Gujarat rain news : રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મહેમાન બન્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં  નવસારીના વાંસદા તાલુકામા 4 ઈંચ જ્યારે વલસાડના પારડી અને ધરમપુર તાલુકામાં 3.5-3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા તાલુકામા 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

લાંબા વિરામ બાદ ફરી મેઘસવારી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારી જિલ્લાના વાંસદામાં 3.7 ઇંચ, પારડીમાં અને ધરમપુરમાં 3.4 ઇંચ વરસાદ, વલસાડમાં 3.2 ઇંચ, કપરાડામાં 3.1 ઇંચ, ખેરગામમાં 2.8 ઇંચ વરસાદ, વાપી 2.6 ઇંચ, માંડવી 2.6 ઇંચ, વધઇ 2.6 ઇંચ વરસાદ નોંધાયો છે. વધુમાં જણાવીએ કે, વાલોડ, ઉમરપાડા, ચીખલીમાં 2.4 ઇંચ વરસાદ જ્યારે સોજીત્રા, કુકરમુંડા, ડેડીયાપાડા, નીઝર, દાહોદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ સાગબારા, ડોલવણ, ડાંગમાં પોણ બે ઇંચ વરસાદ નોંધાયો છે. 

વડોદરામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો
વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આજવા રોડ, સમા, સાવલી રોડ અને હરણી, નિઝામપુરા, ફતેગંજ, રાવપુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યભરમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે.

એક મહિનાના વિરામ બાદ વરસાદ
અરવલ્લીમાં એક મહિનાના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. મેઘરજ, જીતપુર, ખાખરીયા, ઇસરી અને રેલ્લાવાડા, કડાણા, નીનકા, અંધારી, મુનપુર સહિત વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. મકાઇ, સોયાબીન, તુવેર સહિતના પાકને જીવતદાન મળ્યો છે. વરસાદી માહોલથીખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. માલપુરના વાવડી, સાતરડા, અણીયોરકંપા,સહિત પંથકમાં વરસાદ વરસાદ ખેતી પાકને જીવન દાન મળ્યું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Update gujarat rain news wethar update વરસાદની આગાહી વરસાદી માહોલ Gujarat rain news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ