Gujarat Rain: Meteorological Department forecast, possibility of rains in Saurashtra and North Gujarat
ખેડૂતો ટેન્શનમાં /
6થી 8 જાન્યુઆરી આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Team VTV04:37 PM, 05 Jan 22
| Updated: 04:45 PM, 05 Jan 22
હવામાન વિભાગની આગાહી મુજબ 6થી 8 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ પડી શકે, આજથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
6થી 8 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી
3 દિવસ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા
ખેડૂતો માટે ફરી પાછા માઠા સમાચાર આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી પાછુ માવઠુ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે માવઠાની અસર વર્તાઇ શકે છે. 6થી 8 જાન્યુઆરી સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી આ જિલ્લાઑ માટે 'ભારે'
જામનગર, ભાવનગર, કચ્છ, પાટણમાં કમોસમી વરસાદની અસર વધુ રહેશે
આજે કચ્છ અને બનાસકાંઠામાં વરસાદી ઝાપટા
કચ્છના વિસ્તારમાં ગત મોડી રાતથી વાતાવરણમાં પલ્ટો આવતા કમોસવી વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના વાવ તાલુકાના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી ઝરમર વરસાદ વરસતાં જીનજીવન પર અસર પડી છે. કમોસમી વરસાદને પગલે ખેડુતોમાં ચિંતા પ્રસરી ગઈ હતી
અંબાલાલની આગાહી મુજબ આ જિલ્લાઓમાં પડી છે વરસાદ
રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ.હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન છે કે, 6થી 11 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ પડશે.જેમાં ખાસ કરીને કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે. તેમજ 21 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ઘણા પલટા આવશે જેથી ઠંડી અને કમોસમી વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે.પશ્ચિમી વિક્ષેપોના લીધે કમોસમી વરસાદ પડશે.બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં કમોસમી વરસાદની શક્યતા છે.તેમજ અરવલ્લી, મોડાસા, અમરેલી, કચ્છમાં પણ કમોસમી વરસાદ પડશે.જ્યારે ભાવનગર, રાજકોટ, જામનગર સહિત માવઠાની શક્યતા છે.રાજ્યમાં 6 જાન્યુઆરીથી વાદળછાયું વાતાવરણ રહેશે.વાદળછાયા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે.
શું છે હવામાન વિભાગની આગાહી
ઠંડીનું જોર વધશે
આ વર્ષ ખેડૂતોને માથે જાણે દશા બેઠી હોય તેવુ લાગી રહ્યું છે. શિયાળું પાક માટે આ માવઠું નુકસાનકારક સાબિત થઈ બની શકે છે. તેના પાછળનું કારણ કમોસમી વરસાદ છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ચિંતાજનક આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં આ કમોસમી વરસાદના કારણે રાજ્ય ફરીથી ઠંડીનું મોજું ફરી વળી શકે છે. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ફરીથી ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં નવા વર્ષમાં જાન્યુઆરીની શરુઆતમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે રાજ્યના હવામાનમાં પલટો આવશે અને ઠંડીનું જોર વધશે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોથી લઈને પંજાબ, હરિયાણા, યુપી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો સુધીમાં ભારે માવઠું આવી શકે. જેની અસર ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે.